________________
છે ત્યારે પ્રતિમાની પૂજા કરનારાઓ માટે આને પરહાર કેવી રીતે થઈ શકે તેમ છે, કેમકે આ વાત પહેલાં જ પ્રગટ કરવામાં આવી છે કે આ પ્રતિમા પૂજન કાર્ય ષટ્રકાયના આરમ વગર સાધ્ય થઈ શકે તેમ નથી. એથી પ્રતિમા પૂજનવાળા માટે ધર્માંસિદ્ધિના લાભ સમજી લેવા આ એક ખોટી કલ્પના માત્ર છે. શાસ્ત્રીય કલ્પના નથી. શાસ્ત્રમાં તે જિનેન્દ્રદેવની એ જ આજ્ઞા છેકે એકેન્દ્રિય વગેરે ષટ્રકાયના જીવેાની રક્ષા કરવી જ દરેકે દરેક જૈનનું કન્ય છે અને એ જ ધમનું મૂળ છે. જ્યારે આ જાતની વીતરાગ પ્રભુની આજ્ઞા છે ત્યારે આ વાત ઉપર તેા વિચાર કરીએ કે ષટ્કાય નિકાયની વિરાધનાથી સાધ્ય આ પ્રતિમા પૂજનની માન્યતામાં જૈનત્વનુ` રક્ષણ જ કેવી રીતે થઈ શકે છે? આ જાતની માન્યતાથી તે જૈન ધર્મના મૂળરૂપે વિનાશ જ થઇ જાય છે. जीवदयसच्चवयणं, परधनपरिवज्जणं सुसीलं च ।
खंती पंचिदियनिग्गहोय, धम्मस्स मूलाई ॥ ( दर्शन शु० २ तत्त्व ) આ શ્લેાકમાં એ જ વાત બતાવવામાં આવી છે કે જીવ ઉપર યા કરવી, સત્ય બેલવું, પારકાના ધનને લઈ લેવાની વૃત્તિને દૂર કરવી, કુશીલના ત્યાગ કરવા, ક્ષમાભાવ રાખવા, પાંચ ઇન્દ્રિયેાને વશમાં રાખવી આ બધાં ધનાં મૂળ છે. જેમ મૂળ-જડ વગરનાં વૃક્ષની સ્થિતિ વગેરે જ થઈ શકે તેમ નથી તેમજ એમના વગર પણ ધ રૂપી મહાવૃક્ષની જીવાત્માએમાં સ્થિરતા થઈ શકે તેમ નથી. જે વ્યક્તિ “ પ્રતિમાના પૂજનથી વિશુદ્ધ પરિણામાની આત્મામાં જાગૃતિ થાય છે. ” આ વાતને યાગ્ય માનીને આની ઉપયોગિતા સિદ્ધ કરે છે, તેમનું આ કથન સાવ નિર્મૂળ-બ્ય છે. કેમકે ધમ'માં સૌ પ્રથમ સ્થાન દયાનેજ આપવામાં આવે છે. જીવાની હિંસાથી સાધ્ય આ પ્રતિમા પૂજનમાં તે દયાની રક્ષા જ થતી નથી. એટલા માટે આને ધમતું અંગ કેવી રીતે માની શકીએ. અને જે ધર્મનું જ અંગ થઈ શકતું નથી તેનાથી કેવી રીતે પરિણામેામાં વિશુદ્ધતાની જાગૃતિ થઈ શકે. એટલા માટે આ પ્રતિમાપૂજન ધ પ્રાપ્તિમાં કારણ નથી આમ માની લેવું જોઈ એ.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૬૩