________________
શ્યકરૂપ પદાર્થના જ્ઞાનરૂપ આગમને સદ્ભાવ મળે છે. એટલા માટે સાધુ વગેરે લેકમાં આગમની અપેક્ષાથી આવશ્યક્તા અને આ આવશ્યકતાના અર્થ જ્ઞાનથી જનિત ઉપયોગરૂપ પરિણામોની વિશિષ્ટતા હોવાથી ભાવરૂપતા આવે છે. એટલા માટે “ભાવને આશ્રિત કરીને જે આવશ્યક છે તે ભાવ આવશ્યક છે. ” આ કથાસુસંગત થઈ પડે છે.
ભાવાર્થ –“આવશ્યક” આ પદના અર્થ જ્ઞાનથી વિશિષ્ટ તેમજ તદનુકૂળ ઉપગ પરિણતિ સંપન્ન આત્મા જ આગમની અપેક્ષાએ ભાવ આવશ્યક સાધુ વગેરે છે, કેમકે એ લેકે જ આ જાતની પરિણતિવાળા હોય છે. એથી શ્રતધર્મના અંતર્ગત હોવા બદલ આ ભાવાવશ્યક જ ધર્મપદવા કહેવામાં આવ્યો છે અને આ જાતના ધર્મની આરાધના કરવાની ભગવાને પણ આજ્ઞા કરી છે.
નો આગમની અપેક્ષાએ ભાવ આવશ્યકના ત્રણ પ્રકારે છેઃ-(૧) લૌકિક (૨) કુકાવચનિક (૩) અને લકત્તરિક પૂર્વાફ્ર માં ભારતનું વાંચન અથવા શ્રવણ. અપરાતમાં રામાયણનું વાચન કે શ્રવણ આ બધું લૌકિક ભાવ આવશ્યક છે. લેકમાં ભારતનું વાંચન અથવા તે શ્રવણ પૂર્વમાં જ કરવામાં આવે છે. રામાયણનું વાંચન અને શ્રવણ અપરાઢમાં જ થતું જોવામાં આવે છે. એથી વિરુદ્ધ આચરણ કરવાથી માણસ ઘણી જાતના દોષોને પાત્ર થઈ પડે છે. આ પ્રમાણે ભારત વગેરે ગ્રંથનું વાંચન વગેરે કાર્ય નિયમિત સમયમાં આવશ્યક કરવા યોગ્ય હોવા બદલ આવશ્યક રૂપમાં માનવામાં આવે છે. એથી આમાં આ રીતે આવશ્યકપણું આવી જાય છે. તેમજ એમનું વાંચન કરનારાઓમાં તેમના તરફ ઉપગાત્મક પરિણામના સદૂભાવથી ભાવરૂપતા આવે છે. કેમકે જ્યાં સુધી તેમનું વાંચન કરનારાઓમાં તેમના અર્થ પ્રત્યે ઉપગાત્મક પરિણામની જાગૃતિ થશે નહિ, ત્યાં સુધી તેઓ તે પુસ્તકના પત્ર વગેરેના પરાવર્તન કરવારૂપ ક્રિયા અને શ્રોતાઓના માટે અનેક જાતના અર્થની સંગતિ બેસાડવા માટે હાથ વગેરેના હલનચલનરૂપ અભિનય કિયા ઉપયોગ જ કેવી રીતે કરી શકે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૫૬