________________
સામાન્ય કથન છે વિશેષ નહિ. સામાન્ય રૂપથી નામ યાવત્ કથિત જ હોય છે. આ વાતને સામે રાખીને જ ભગવાને તેમાં ઈત્વરિતાનું કથન ન કરતાં ફક્ત યાવત્રુથિક્તાનું કથન કર્યું છે. જે નામમાં ફકત ઈરિકતા જ માનવામાં આવશે તે આ વાત સિદ્ધાન્તની બહાર હોવાથી માનનાર માટે ઉત્સુત્ર પ્રરૂપણ કરવા રૂપ દેષ આવશે. કેમકે શાસ્ત્રમાં ભગવાને નામ નિક્ષેપમાં ફક્ત યાવદુ-દ્રવ્ય-ભાવિતા જ બતાવી છે.
જે માણસે આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરે છે કે “ કાલના ભેદથી જે નામ અને સ્થાપનામાં તફાવત બતાવવામાં આવ્યું છે તે ફક્ત ઉપલક્ષણ માત્ર છે. એથી બીજા અનેક પ્રકારથી પણ આ બંનેમાં પરસ્પર તકાવત છે આ વાત સ્પષ્ટ થાય છે. “જેથી તેમનું આ કહેવું શાસ્ત્ર-મર્યાદાથી વિપરીત છે. જેમ નામ-નિક્ષેપમાં કોઈક કોઈક ઠેકાણે ઈવરિકતા હોવા છતાંયે ભગવાન વડે સ્વીકૃત ન હોવાથી તે ઉપલક્ષણ રૂપથી સ્વીકારવામાં આવી નથી. તેમ સ્થાપનામાં પણ કાલકૃત ભેદ સિવાય બીજા વડે અન્તરભેદ માનવામાં ઉસૂત્ર પ્રરૂપણ રૂપ દોષ થઈ જાય છે કારણ કે ભગવાને કાલકૃત ભેદ સિવાય
સ્થાપના નિક્ષેપમાં બીજી કોઈ અન્ય દૃષ્ટિએ ભેદ-કથન કર્યું નથી. આ જાતના કથનથી “આ વાત પણ જે બીજાએાએ કહી છે કે નામ અને સ્થાપનામાં આ રીતે પણ તફાવત છે કે “જેમ અહંતની પ્રતિમા રૂપ સ્થાપનાને જેવા એટલે કે દર્શન કરવાથી ભાવોની જાગૃતિ થાય છે, તેમ નામ નિક્ષેપ ૩૫ અહંતના નામને સાંભળવાથી પણ ભાવની જાગૃતિ લેતી નથી. અથવા તે ઈન્દ્ર વગેરેની પ્રતિમા રૂપ સ્થાપનામાં જેમ લૌકિક માણસોની તે પ્રતિમાથી કંઈક માગણી કરવાની ઈચ્છા, તેની પૂજા કરવાની ભાવના અને તે પ્રતિમા વડે તેમના અભિલષિત મનેરથોની પૂર્તિ થતી દેખાય છે તેમ નામ રૂ૫ ઈન્દ્રમાં તેમની આ જાતની પ્રવૃત્તિ અને અભિલષિત મનેરની પૂર્તિ થતી જોવામાં આવતી નથી. આ પ્રમાણે બીજી પણ ઘણી બાબતે છે જે નામ અને સ્થાપનામાં અંતર કરાવે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૪૫