________________
પ્રદર્શિત માર્ગ ઉપર ચાલવાથી જ છે ને ધર્મની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. એનાથી વિરુદ્ધ માર્ગના સેવન થી નહિ. એથી જે જે ધર્મનું પ્રત્યક્ષ દર્શન ઈચ્છતા હોય તેમની ફરજ છે કે તેઓ સર્વજ્ઞ ભગવાન દ્વારા કથિત માર્ગનું સેવન કરે અને તેના વિરુદ્ધ માર્ગને ત્યાગ કરે આ જાતની પ્રવૃત્તિથી તેઓ ધર્મ અને અધર્મના સ્વરૂપને જાણનારા થઈ જાય છે. આ કથનથી શંકાકારની એ આશંકાને અહીં પરિહાર કરવામાં આવ્યું છે કે જે તેમાં પહેલાં આ પશ્ન કરવામાં આવે છે કે અહિંસા વગેરે માં જે ઉત્કૃષ્ટ મંગળ રૂપતા છે તે કયા પ્રમાણના આધારે છે? સૂત્રકારે આગમ તેમજ અનુમાન બને-પ્રમાણે થી તેઓમાં ઉત્કૃષ્ટ મંગળતા સિદ્ધ કરી છે. એ કથન વડે બીજી આ વાતનું પણ જ્ઞાન થાય છે કે સર્વજ્ઞ–કથિત સિદ્ધાન્તની પરીક્ષા માટે જ્યાં સુધી તકની શક્તિ કાયમ રહે બુદ્ધિમાને ત્યાં સુધી પિતાની તર્કણની કસોટી ઉપર કસતા રહે–પણ જ્યારે તર્કની શક્તિ મંદ થઈ જાય-તર્કણ શક્તિ કુતિ થઈ જાય ત્યારે તે વ્યક્તિ ની ફરજ છે કે તે આગળ પ્રમાણુથી જ તે સિદ્ધાન્ત નું અનુચરણા કરે. પછી તે વિષયમાં જ તેને મીનમેખ કરવી જોઈએ નહિ કેમ કે સૂમ વગેરે પદાથે સર્વજ્ઞ સિવાય છાના માટે સ્પષ્ટ રૂપથી જાણી શકાય તેમ નથી. એથી એવી બાબતોમાં સર્વજ્ઞ નાં વચને જ પ્રમાણ રૂપમાં સ્વીકારવાં જોઈએ.
ભગવાનને પોતે જ અહિંસા, સંયમ અને તપમાં ધર્મરૂપતા તેમજ ઉત્કૃષ્ટ મંગળરૂપ હોવાથી પ્રધાનતા બતાવી છે. અહિંસામાં જે પ્રધાન રૂપતા દર્શાવવામાં આવી છે, મુખ્યત્વે તેનું કારણ આ પ્રમાણે છે કે તે બધા ધર્મોનું મૂળ છે અને એથી તેને સૌએ સૌ પ્રથમ સ્થાન આપ્યું છે. જ્યારે એવી વાત છે ત્યારે આપણે વિચારવું જોઈએ કે ભગવાન મૂર્તિપૂજાની આજ્ઞા કેવી રીતે આપી શકે તેમ છે ? કેમ કે તે પૂજા તે ષકાયના જીવોની વિરાધનાથી સાધ્ય હોય છે. આ વિરાધનામાં અહિંસા ધર્મતે મુખ્યત્વે અભાવને જ સમાવેશ થયે છે તેમ કહી શકાય છે. એટલે કે મૂર્તિપૂજામાં તે પ્રભુ પ્રતિપાદિત અહિંસા ધર્મને સંપૂર્ણ પણે ઉચછેદ જ થઈ જાય છે. મૂર્તિપૂજા કરનાર પૂજારી અહિંસા ધર્મને રક્ષક થઈ શકતું નથી અને બીજી રીતે તે તેને હિંસાને દેષ જ ઓઢ પડે છે. આ રીતે જ્યારે પોતે ભગવાન પોતાના કેવલજ્ઞાનથી આ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૪૧