________________
ભૂતકાળમાં જેટલા તીર્થંકર થયા છે, વર્તમાનકાળમાં પણ પાંચ ભરત, પાંચ ઐરવત તથા પાંચ મહાવિદેહ સંબંધી જેટલા તીર્થ કરે છે અને ભવિષ્યકાળમાં જેટલા તીર્થકર થશે તે બધામાંથી જ્યારે કેઈએ પ્રશ્ન કર્યો ત્યારે એક જ ઉત્તર આપે છે, દેવ અને માણસની સભામાં પોતાની સર્વ ભાષામાં પરિ. મિત થયેલી અધ માગધી રૂપ દિવ્યવનિમાં તેઓએ બધા ને એજ વાત સમજાવી છે અને હેતુ તેમજ દષ્ટાંતે વડે આ વાતનું જ સમર્થન કર્યું છે. વક્તવ્ય વિષયને ભેદ અને પ્રભેદને સ્પષ્ટ કરતાં તેઓએ સરસ રીતે એજ પ્રરૂપણ કરી છે કે સમસ્ત પ્રાણીઓ પૃથ્વિ વગેરે એકેન્દ્રિય સ્થાવર જીથી માંડીને હીન્દ્રિય વગેરે પંચેન્દ્રિય જીવ સુધીના ત્રસ જીવ, ચતુર્દશ ભૂતગ્રામ રૂપ સમસ્ત ભૂત, નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિના બધા જી, અને પિતાના વડે કરવામાં આવેલાં કર્મોના ઉદયના ફળ સ્વરૂપ સુખ દુઃખ વગેરેને અનુભવતા બધા સવૅ દંડ વગેરેથી કઈ પણ વખત તાડન કરવા યોગ્ય કે ઘાત કરવા લાગ્ય, કે એ મારા આધીન છે એવું સમજીને પરિગ્રહ રૂપથી સંગ્રહ કરવા ચોગ્ય, કે અન્ન, પાન વગેરેને નિરોધ અને ગમ, ઠંડી વગેરેમાં રાખીને કોઈ પણ વખતે પીડિત કરવા યોગ્ય અને વિષ આપીને તેમજ શસ્ત્રના આઘાતથી વિનાશ કરવા ગ્ય નથી.
સૂત્રમાં “ગતિ ગાડ્યાનિત” આ વર્તમાનકાલિક ક્રિયાપદ અતીત તેમજ અનાગત કાલિક ક્રિયાપદનું ઉપલક્ષક છે. એથી એના વડે આ જાતના અર્થની પ્રતીતિ થાય છે કે તે તીર્થંકર પ્રભુએાએ વર્તમાનકાળમાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે જ તેઓએ અથવા તે બીજા ભૂતકાલિંક તીર્થકરેએ ભૂતકાળમાં પણ કહ્યું છે અને ભવિષ્યકાળમાં પણ તેઓ તે પ્રમાણે જ કહેશે. આ રીતે “માસંતિ, ૫ofસ” વગેરે ક્રિયાપદની સાથે પણ અતીત અને અનાગત કાલિક ક્રિયાપદને સંબંધ જોડવે જોઈએ. આ કથનથી સૂત્રકારે તેમના કથનમાં પરસ્પરમાં વિરૂદ્ધ અર્થની પ્રરૂપણાને અભાવ બતાવ્યા છે. તેમણે જે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૩૨