________________
દીક્ષા ધારણ કરવા ઈચ્છું છું. બેલે તમારે શું વિચાર છે? જીતશ રાજાની આ વાત સાંભળીને અમાત્ય સુબુધ્ધિએ તેને કહ્યું કે જે તમે દીક્ષિત થવા ઈચ્છે છે ત્યારે તમારા સિવાય બીજો મારો કણ આધાર છે અથવા થઈ શકે છે ? એટલા માટે હું પણ મેટા પુત્રને કુટુંબના વડા તરીકે નીમીને તમારી સાથે જ દીક્ષા સ્વીકારી લઉં છું. અમાત્ય સુબુધ્ધિની આ વાત સાંભળીને જીત. શત્રુએ તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! જે મારી સાથે જ દીક્ષિત થવાની તમારી ઈચ્છા હોય તે તમે મેટા પુત્રને કુટુંબના વડા તરીકે નીમે અને ત્યારપછી પાલખી ઉપર સવાર થઈને મારી પાસે આવી જાવ.
( जाव पाउब्भवइ, तएणं जीवसत्तू कोडुंबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी गच्छह णं तुम्भे देवाणुपिया अदीणसत्तूस्स कुमारस्स रायाभिसेयं उवटवेह जाव अभिसिचंति जाव पव्वइए, तएणं जियसत्तू एकारसअंगाई अहिज्जड ) ૧૪+૩ સુબુદ્ધિ અમાત્યે રાજાની આજ્ઞા મુજબ જ બધું કામ પતાવી દીધું. ત્યાર પછી તે રાજાની પાસે આવ્યું. જીતશત્રુ રાજાએ પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે લોકે જાઓ અને યુવરાજ અદીનશ કુમાર રાજ્યાભિષેક કરે. રાજાની આજ્ઞા સાંભળીને તે લોકોએ બધી વિધિ પૂરી કરી દીધી. આ પ્રમાણે અદનશત્રુકુમારને રાજ્યાસને બેસાડીને જીતશત્રુ રાજા સુબુધ્ધિ અમાત્યની સાથે દીક્ષિત થઈ ગયા. રાજઋષિ જીતશત્રુએ અગિયાર અંગેનું અધ્યયન કર્યું.
(बहुणि वासाणि परियाओ मासियाए सिद्धे, तएणं सुबुद्धी एगारसअंगाई अहिज्जइ, बहुणि वासाइं जाव सिद्धे ! एवं खलु जंबू ! समणेणं भगवया महावीरे णं बारमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि)
તેઓએ ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કર્યું. ત્યારપછી એક માસની સંલેખનાથી ૬૦ ભક્તોનું અનશન દ્વારા છેદન કર્યું અને ત્યારબાદ તેઓ સિદ્ધ થઈ ગયા. મુનિરાજ સુબુદ્ધિએ પણ સારી પેઠે અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણા વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કર્યું
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૩૦૦