________________
ચર્યવાસ વગેરે બધા ગુણેથી પરિપૂર્ણ થઈ જાય છે. જેમ રાહુના સંસર્ગરહિત થઈને શકલ પક્ષની એકમથી માંડીને દરરોજ પિતાની કળાઓની વૃદ્ધિ કરતો ચંદ્ર અનુક્રમે શુકલ પક્ષની ચૌદશ કરતાં પૂનમના દિવસે વર્ણ પરિમંડળ વગે રેની પિતાની સંપૂર્ણ કળાએથી પરિપૂર્ણ થઈ જાય છે.
તેમજ મુનિ પણ કુગુરુ વગેરેની સેબત વગેરેને ત્યજીને તેમજ ચારિત્રવરણ કર્મના પશમ વગેરેથી અનુક્રમે પિતાના ક્ષાંતિ વગેરે ગુણોની વૃદ્ધિ કરતે કેવળજ્ઞાન, કેવળ દર્શન વગેરે ગુણેથી પરિપૂર્ણ થઈ જાય છે.
(एवं खलु जीवा वडूंति, वा हायति वा एवं खलु जंबू ! समणेणं भगवता महावीरेणं दसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि)
ક્ષાંતિ વગેરે ગુણોની વૃદ્ધિથી વૃદ્ધિ પામે છે અને ક્ષાંતિ વગેરે ગુણેની હાનિથી જીવો ઘટે છે. આમ આ કથનની સાર્થકતા સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે દશમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત અર્થ નિરુપિત કર્યો છે. આ અર્થ મેં તેમના મુખેથી જે પ્રમાણે સાંભળે છે તે જ પ્રમાણે તમારી સામે રજૂ કર્યો છે. • સૂત્ર “1”
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાધ્યયન સૂત્રની અનગારધર્મામૃતવષિણી વ્યાખ્યાનું દશમું અધ્યયન સમાપ્ત ૧
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૨૭૫