________________
જુએ નીલકમળ, મહિબ્રૂગ, નીલી અળશીના પુષ્પની જેમ ખૂબજ શ્યામ રંગવાળી આ તરવારથી-કે જે છરાની ધારના જેવી તીક્ષણ ધારવાળી છે–તમારા બંનેના માથાઓ કે જેઓ જવાનીથી લાલ લાલ થયેલા કપિલવાળા છે, કાળી દાઢી અને મૂછથી શોભી રહ્યા છે તેમજ પિતપોતાની માતાઓ વડે કેશ વિન્યાસ કરવાથી અપૂર્વ સૌંદર્યથી જેએ દીપી રહ્યા છે તાડફળની જેમ કાપીને હું નિજન સ્થાન ફેંકી દઈશ ___ (तएणं ते मागंदियदारगा रयणदीव देवयाए अंतिए सोचा भीया करयल. एवं जण्णं देवाणुप्पिया ! वइस्ससि तस्स आणा उववायवयणनिदेसे चिटिम्सामो तएणं सा रयणद्दीवदेवया ते मागंदियदारए गेण्हति २ जेणेव पासायवडिसए तेणेव उवागच्छइ २ असुभपोग्गलावहारं करेइ २ सुभपोग्गलपक्खेवं करेइ करित्ता पच्छाएहिं विउलाई भोग भोगाई भुजमाणी विहरइ कल्लाकल्लि च अमयकलाई उवणेइ)
રયણાદેવીના વચને સાંભળીને બંને માર્કદી દારકો ભયભીત થઈ ગયા. તેઓ બંનેએ હાથની અંજલી બનાવી અને તેને મસ્તકે મૂકીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમારા નેકર ને પણ કોઈ નેકર હોય અને તમે અમને તેની નોકરી પણ કરાવશે તે અમે તેની પણ આજ્ઞા, આદેશ અને હુકમ પ્રમાણે અનુસરવા તૈયાર છીએ તે તમારી સેવાની વાત જ શી કહેવી ?
તમારા હકમથી તે અમે તમારા દાસેના દાસેની દાસતા સ્વીકારવા તૈયાર છીએ. તે તમારી દાસતા માટે હવે અમારે કહેવાનું જ શું રહે? આ પ્રમાણે માર્કદી દારકોની વાત સાંભળીને એણે દેવી ( રત્ન દીપ દેવી) એ તેઓને પોતાની સાથે લીધા અને લઈને તે પિતાના એક સૌથી સારા મહેલમાં ગઈ. ત્યાં જઈને તેણે તેમના શરીરમાંથી અશુભ પગલે દૂર કર્યા અને શુભ પુદ્ગલેને મૂકી દીધા. ત્યાર પછી રયણ દેવી તેઓ બંનેની સાથે વિપુલ કામ ભેગો શબ્દ વગેરે વિષયને ઉપભોગ કરતી રહેવા લાગી. હંમેશા તે તેઓ બંનેને અમૃત ફળે લાવીને આપતી અને તેઓ પણ ફળ ખાતા. આ રીતે બંને સાથે વાહ પુત્રે તેની સાથે કામ ભેગો ભેગવતાં રહેવા લાગ્યા. આ સૂત્ર ૩
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨