________________
નાવ જ્યાં ડૂબી હતી તેની આસપાસના પ્રદેશમાં એક બહુ મોટે રત્નદ્વીપ નામે દ્વીપહતો. આ દ્વીપને આયામ અને વિષ્કભ ઘણું પેજનો સુધી વિસ્તાર પામેલ હતા. આ દ્વીપની પરિધિ પણ ઘણું જ સુધીની હતી. ઘણું જાતના વૃક્ષોના સમૂહથી તે દ્વીપને અંદર અને બહારને ભાગ લીલો છમ દેખાતે હતો. તે દ્વીપ ખૂબ જ સુંદર હતું. મનોહર હતો, મનને પ્રસન્ન કરે તે હ, દર્શનીય હતે. અપૂર્વ સૌદર્યથી તે યુક્ત હતા તેમજ આકારમાં પણ તે અત્યંત સુંદર હતે.
( तस्स णं बहुमज्झदेसभाए तत्थणं एगे महं पासायवडेंसए होत्था-अब्भुग्गय मूसियए जाव सस्सिरीए सुरुवे पासाईए ४ )
તે દ્વીપની વચ્ચે એક વિશાળ ઉત્તમ મહેલ હતો. તે ખૂબ જ ઊંચે હતું. પિતાની ઊંચાઈથી તે આકાશને પણ સ્પર્શતો હતો તે ખૂબ જ સુંદર હતું. દર્શનીય વગેરે વિશેષતાઓથી યુક્ત હતે.
(तत्थणं पासायव.सए रयणदीवे देवया नाम देवया परिवसति, पावा चंडा रुद्दा साहसिया तस्सणं पासायवडिंसयस्स चउदिसिं चत्तारि वणसंडा, किण्हा किण्हाभासा, तएणं ते मागंदियदारगा तेणं फलयखंडेणं उन्धुज्झमाणा २ रयणदीवं तेणं संबूढा यावि होत्था)
તે શ્રેષ્ઠ મહેલમાં રત્નદ્વીપ દેવતા નામની એક દેવી-કે જે “રયણ દેવી” નામે પ્રસિદ્ધિ પામેલી હતી-રહેતી હતી. હંમેશા તે ગુસ્સામાં જ રહેતી હતી. તે હિંસા વગેરે કૂર કર્મો કરવામાં ખૂબ જ ચતુર હતી. તે ઈચ્છા મુજબ આચરણ કરતી હતી. તે ઉત્તમ મહેલની ચારે દિશાઓ તરફ ચાર વનખંડે હતા. તેઓ નવા વાદળના રંગના જેવા શ્યામ હતા અને હમેશાં લીલા છમ રહેવા બદલ તેમની કાંતિ પણ શ્યામ રંગની જ હતી. બંને માર્કદી દાર લાકડા ઉપર તરતા તરતા રત્ન દ્વીપની પાસે આવી પહોંચ્યા હતા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨