________________
( उवागच्छित्ता अंतलिखपडिवन्ना सखिखिणियाइं जाव वत्थाई पवरपरिहिया करयल०ताहिं इटाहिं जाव वहिं एवं वयासी बुज्झाहिं भयवं ! लोगनाहा पवत्तेहिं धम्मतित्थं जीवाणं हिय सुय निस्सेयसकर' भविस्सइ)
ત્યાં પહોંચીને તેઓ નીચે ઉતર્યા નહિ પણ આકાશમાં જ અદ્ધર ઊભા રહીને બોલ્યા-દેએ તે વખતે સુંદર વસ્ત્રો પહેરેલાં હતાં. તેમનાં વસ્ત્રો નાની નાની ઘૂઘરીઓથી શોભતાં હતાં. આકાશમાં અદ્ધર રહીને જ તેઓએ પોતાના બંને હાથની અંજલી બનાવી અને તેને મસ્તકે મૂકીને ત્યાંથી જ મલ્લી અહં તને નમસ્કાર કર્યો. ત્યારપછી ખુબ જ મીઠાં અને મનહર વચન દ્વારા તેઓ તેમને વિનંતી કરતાં કહેવા લાગ્યા- હે ભગવન! હે લોકનાથ ! તમે ભવ્યજીને જ્ઞાન આપે. ચતુર્વિધ સંઘ રૂપ ધર્મ-તીર્થની તમે પ્રવૃત્તિ કરે. એનાથી જીવેને નરક નિગેન્દ્ર વગેરેના દુઃખેથી મુક્ત કરાવીને હિતકારી ધર્મ તીર્થ તરફ તેમને ઉન્મુખ કરે. તે ધર્મતીર્થ તે કોના માટે સ્વર્ગ વગેરેને અમંદ (અતીવ) આનંદ આપનાર હોવાથી સુખકર થશે. તેમજ મુક્તિ મેળવવાનું કારણ હવા બદલ તે ધર્મતીર્થ તે ભવ્ય જેના માટે નિઃશ્રેયસ્કર થશે.
(विक दोच्चंपि एवं वयंति, वयित्ता मल्लि अरहं वंदंति, नमसति, वंदित्ता नमंसित्ता जामेव दिसि पाउन्भूया तामेव दिसि पडिगया )
આ રીતે કહીને તે લેકાંતિક દેવોએ બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે જ વિનંતી કરી વિનંતી કરીને મલ્લી અર્હ તને તે દેવોએ વંદન અને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેઓ જે દિશા તરફથી પ્રગટ થયા હતા તે દિશા તરફ જ જતા રહ્યા.
(तएण मल्ली अरहा तेहिं लोगंतिएहि देवेर्हि संवोहिए समाणे जेणेव अम्मापियरो तेणव उवागच्छंति-उवागच्छित्ता करयल० इच्छामि गं अम्मयाओ तुम्भेहिं अब्भणुण्णाए समाणे मुंडे भवित्ता जाव पञ्चइत्तए, अहा मुहं देवाणु० मा पडिबंध करेहि )
આ પ્રમાણે લોકાંતિક દે વડે સંબોધિત થતાં મલિ અરહંત જ્યાં પિતાના માતાપિતા હતાં ત્યાં આવ્યાં. ત્યાં આવીને તેઓએ સૌ પહેલાં પોતાના
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૧૭.