________________
આહાર તૈયાર કરીને ત્યાં ગમે તેવા માણસો આવતા (તં જ્ઞા) જેમકે (पंथिया वा पहिया वा करोडिया वा कप्पडिया वा पासंडत्था वा गिहत्था वा) પથિક જન, ખપધારી ભિક્ષુક, કંથાધારી ભિક્ષુક, પાખંડી ધર્મને આચરનારા અને ગૃહસ્થીઓ ગમે તે જાત પંથના લોકે ત્યાં આવતા.
(तेसिय तहा आसत्थरस, सुहासणवरगयस्स तं विपुलं असणं ४ परिभाए माणा परिवेसेणा विहरंति )
તેઓ બધાને તેમજ તે દેશમાં રહેનારા બીજા ઘણા માણસેને, આશ્વસ્થાને, વિશ્વસ્ત અને સુખાસનવર ગતોને તે પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલે આહાર વહેચવામાં આવતું હતું તેમજ તેઓને ત્યાંજ જમાડવામાં પણ આવતા હતા.
(तएण मिहिलाए सिंघाडग जाव बहु जणो अण्णमण्णस्स एवमाइक्खइ,एवं भासद एवं पन्नवेइ, एवं परूवेइ, एवं खलु देवाणु ? कुंभगस्स रणो भवणंसि सबकामगुणियं किमिच्छियं विपुलं असणं४ बहूणं समणाणं य जाव परिवेसिज्जेइ)
એના લીધે મિથિલા નગરીના શૃંગાટક વગેરે સ્થાનમાં નાગરિકના ટેળે ટોળાં એકઠાં થઈને આશ્ચર્ય પામતાં વિસ્તારપૂર્વક એક-બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યાં, સમજાવવા લાગ્યાં તેમજ દૃષ્ટાન્ત આપીને આ પ્રમાણે વર્ણન કરવા લાગ્યાં કે હે દેવાનુપ્રિયે ! કુંભક રાજાના મહેલમાં સેન્દ્રિય સુખજનક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચાર જાતને આહાર ઘણા શ્રમણ, બ્રાહ્મણે, સમાગત, સનાથ, અનાથ અને પથિકે વગેરેને માટે ઈચ્છા મુજબ આપવામાં આવે છે.
वरवरिया धोसिज्जइ, किमिच्छिय दिजए बहुविहीय, सुर असुर देव, दाणवनरिदं महियाण निक्खमणे)
સુર, અસુર, દેવ, દાનવ અને નરેન્દ્રોવડે પૂજય તીર્થકરોના નિષ્ક્રમણના સમયે “માંગે, માંગે ” આ જાતની ઘોષણા કરવામાં આવી છે અને ઘણું
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૨૧૪