________________
(तएणं ते जियसत्त पामोक्खा छप्पियरायाणो जेणेव कुभए तेणेव उवागच्छंति ) એટલામાં તેઓ છએ જીતશત્રુ પ્રમુખ રાજાઓ જ્યાં કુંભકરાજા હતા ત્યાં પહોંચ્યા.
(૪જ્ઞાારિજીત્ત માં ના દ્ધ લાસ્ટ ચારિ ફોલ્લા ) અને તેઓએ તરત જ યુદ્ધ શરૂ કરી દીધું.
(तएणं ते जियसत्तू पामोक्खा छप्पिरायाणो कुंभयं रायं हयमहिय पवरवीर धाइय निविडिय विंधद्धयप्पडागं किच्छप्पाणोवगयं दिसोदिसिं पडिसेहिति)
યુદ્ધમાં તેઓ જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ કુંભક રાજાના કેટલાક વીરેને જાનથી મારી નાખ્યા, કેટલાક વીરાને ભયંકર રીતે ટીપી નાખ્યા, અને કેટલાક વીરેને જખમી બનાવી દીધા તેમજ રાજ ચિહ્ન રૂપ ધ્વજપતાકા–અને છત્રને જમીન ઉપર નાખી દીધાં. આ રીતે તેના પ્રાણ આફતમાં ફસાઈ ગયા. ત્યાંથી તે બીજી તરફ નાસી જવાની તૈયારી કરતા હતા ત્યારે જીતશત્રુ પ્રમુખ રાજાઓએ તેને નાસી જવા દીધું નહિ.
(तएणं से कुभए जियसत्तू पामोक्खेहि छहिं राईहिं हयमहित० जाव पडि सेहिए समाणे अत्थामे अबले अवीरिए जाव आधारणिज्जमित्ति कटु सिग्धं तुरियं जाब वेइयं जेणेव महिला तेणेव उवागच्छइ)
આ રીતે જીતશત્રુ વગેરે છએ રાજાએથી હત, મથિત તેમજ ઘાતિત યોદ્ધાઓવાળા અને નિપાતિત ચિહ્ન વજા પતાકાવાળા તે કુંભક રાજાના પ્રાણ પણ જ્યારે આફતમાં ફસાઈ ગયા અને રણભૂમિમાંથી નાસી જવાની પણ તક ગુમાવી બેઠા ત્યારે આત્મબળ અને સિન્યબળ વગર બનેલા તેઓ સાવ નિરૂત્સાહી થઈ ગયા. આખરે તેઓએ શત્રુપક્ષને અજેય સમજીને એકદમ જલ્દી વેગયુક્ત ઝડપભેર ચાલથી જ્યાં મિથિલા નગરી હતી તે તરફ રવાના થયા.
ત્યાં આવતાં જ મિથિલા નગરીમાં તેઓ પ્રવિષ્ટ થયા (अणुपविसित्ता मिहिलाए दुवाराइं पिहेइ, पिहित्ता रोहसज्जे चिट्ठइ)
પ્રવેશીને તેમણે મિથિલાના દરવાજાઓને બંધ કરાવી દીધા અને શત્રુની બીકથી આવવા જવાના માર્ગોને પણ રોકીને પિતાની રક્ષા માટે તેઓ તત્પર થઈ ગયા. સૂત્ર “ ૩૩ ”
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૯૬