________________
પ્રયત્ન કર્યા છતાં આ કામમાં અમે સફળ થઈ શક્યા નહિ. એથી તમે આજ્ઞા આપે તે આ કુંડળ જેવાં જ બીજા બે કુંડળે ઘડી આપીએ અમારી આ વાત સાંભળીને રાજા એકદમ લાલચોળ થઈ ગયા અને અમને પોતાના દેશથી બહાર જવાની આજ્ઞા આપી દીધી.
(तं एएणं कारणेणं साभी ! अम्हें कुंभए णं निविसया आणत्ता तएणं से संखे सुवन्नगारे एवं वयासी केरिसियाणं देवाणुप्पिया ! कुंभगधूया पभावइए देवीए अत्तया मल्ली विदेहरायवरकन्ना)
હે સ્વામીન ! બસ એ કારણને લીધે જ કુંભક રાજાએ અમને દેશવટે આપ્યો. શંખ રાજાએ તે બધા સનીઓને પિતાના દેશમાં રહેવાની ખુશીથી પરવાનગી આપી.
સેનીઓની આ બધી વાત સાંભળીને શંખ રાજાએ તેમને કહ્યું કે-હે દેવાનુપ્રિયે ! બતાવે કુંભક રાજાની વિદેહવર રાજકન્યા મલલી કુમારી કે જેને જન્મ પ્રભાવતીના ગર્ભથી થયે છે તે કેવી છે ?
(तएणं ते सुवनगारा संखराया एवं वयासी-णो खलु सामी ! अन्ना काई तारिसिया देवकन्ना वा गंधधकन्ना वा जारिसियाणं मल्ली विदेहवररायकन्नातएणं से संखे कुंडलजुयलजणितहासे दूयं सदावेई, जाव तहेव पहारेत्थ गमणाए)
તેના જવાબમાં સનીઓએ શંખ રાજાને આ પ્રમાણે કહ્યું કે-હે સ્વામીન ! જેવી વિદેહવર રાજકન્યા મલ્લીકુમારી છે તેવી તે દેવકન્યા પણ નથી, ગંધર્વકન્યા પણ નથી, અસુર કન્યા પણ નથી, નાગકન્યા પણ નથી અને યક્ષ કન્યા પણ નથી. તાત્પર્ય એ છે કે–મલ્લીકુમારી જેવી કન્યા ત્રણે લોકોમાં પણ નથી.
આ રીતે કુંડળોના મહત્તવ વિષે વાત સાંભળતાં જ મલી કુમારીના ઉપર જેના મનમાં અનુરાગ જન્મ પામ્યો છે એવા તે શંખ રાજાએ દૂતને બેલા અને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે મિથિલા નગરીમાં સત્વરે પહોંચે અને કુંભક રાજાને કહે કે કાશી દેશાધિપતિ શંખ રાજા તમારી કન્યા મલીકુમારીને ચાહે છે વગેરે.
આ રીતે પિતાના રાજા કાશી રાજાની આજ્ઞા મેળવીને દૂત રથ ઉપર સવાર થયે અને જે તરફ મિથિલા નગરી હતી તે તરફ રવાના થશે. આ રીતે આ ચેથા શંખ રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે. | સૂત્ર “૨૬ "||
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૧૭૧