________________
ભટેના સમૂહની વચ્ચે તેમજ અન્તઃપુરની સાથે પિતાની પુત્રી સુબાહ દારિકાને આગળ રાખીને જ્યાં રાજમાર્ગની પાસે પુષ્પમંડપ હતું ત્યાં ગયા.
( उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरूहइ, पच्चोरुहित्ता पुप्फमंडवं अणुपविसइ अणुपविसित्ता सीहासनवरगए पुरत्थाभिमुहे सन्निसन्ने )
ત્યાં આવીને તેઓ હાથીના ઉપરથી નીચે ઉતર્યા. ઉતરીને તેઓ પુષ્પ મંડપની અંદર ગયા. ત્યાં જઈને તેઓ પૂર્વ દિશા તરફ મોં કરીને એક ઉત્તમ આસન ઉપર બેસી ગયા.
(तएणं ताओ अंतेउरियाओ सुबाहुदारियं पट्टयंति दुरूहेंति दुरूहित्ता सेयपीएहि कलसेहि व्हावेंति, हावित्ता सव्वालंकार विभासियं करेंति करित्ता विउणो पायं वंदिउं उवणेति )
ત્યારબાદ રણવાસની સ્ત્રીઓએ સુબાહુ દારિકાને પટ્ટક ઉપર ચઢાવી અને તેના ઉપર બેસાડીને ચાંદી તેમજ સેનાના સફેદ અને પીળા કળશોથી તેને નવડાવી, નવડાવીને તેને બધા ઘરેણાંઓથી શણગારી, શણગારીને તેઓ તેને પિતાના ચરણના વંદન માટે લઈ ગઈ.
(तएणं सुबाहु दारिया जेणेव रुप्पीराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पायग्गहणं करेइ, तएणं से रुप्पीराया सुबाहुदारियं अंके निवेसेइ, निवेसित्ता मुबाहुदारियाए स्वेण य जो० लाव० जाव विम्हिए वरिसधरं सदावेइ )
સુબાહુ દારિકા પણ જ્યાં રુકૂમી રાજા બેઠા હતા ત્યાં આવી, આવીને તેણે પિતાના ચરણોમાં વંદન કર્યા. ત્યારબાદ રાજાએ સુબાહુ દારિકાને ઉઠાવીને પિતાના ખોળામાં બેસાડી લીધી. બેસાડીને સુબાહુ દારિકાના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મય પામેલા રાજાએ વર્ષધર રણવાસના રક્ષક નપુંસકકંચુકીને બોલાવ્યા.
(सदावित्ता एवं वयासी तुमणं देवाणुप्पिया ! मम दोच्चे णं बहूणिं गामागरनगर गिहाणि अणुपविससि, तं अथिया ते कस्सइ रन्नो वा इसरस्स वा कहिं
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૧૬૪