________________
તૈયાર કરીને ગાડીઓ તથા ગાડાંઓમાંથી પિતાના ભાંડેને તેમાં મૂક્યા. દક્ષિણાનુકૂળ પવન વહેવા લાગે ત્યારે તેઓ ત્યાંથી ચાલ્યા અને ચંપા નગરીની પાસે વહાણને ઉભું રાખવાની જગ્યા હતી ત્યાં લંગર નાખ્યું અને વહાણ ઉભું રાખ્યું.
વહાણ ઉભું રાખીને ગાડીઓ અને ગાડાંઓને તૈયાર કરીને તેમાં ગણિમ વગેરે વસ્તુઓ વહાણમાંથી ઉતારીને મૂકી અને ત્યાર પછી મહાર્થ સાધક ભેટ અને દિવ્ય કુંડળની જેડ લઈને ચંપા નગરીમાં ગયા.
ત્યાં જઈને જ્યાં અંગદેશાધિપતિ ચંદચ્છાય રાજા હતા ત્યાં ગયા. ( उवागच्छित्ता तं महत्थं जाव उवणेति तएणं चंदच्छाए अंगाराया तं दिव्वं महत्थं च कुंडलयुगलं पडिच्छइ )
ત્યાં પહોંચીને તેઓએ મહાર્થ સાધક ભેટને તેમજ કુંડળની જેડ રાજાને ભેટ કરી. અંગદેશના રાજા ચંદછાયે પણ તે ભેટ તેમજ દિવ્ય મહાઈ કુંડળની જડને સ્વીકારી. (છિત્તા તં વહૃપામોષે હવે જયાણી) સ્વીકાર્યા બાદ તેણે અરહનક વગેરે સાંયાત્રિકોને આ પ્રમાણે કહ્યું
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૧૫૮