________________
જોઈને હું ઈશાન કોણ તરફ ગયા. ત્યાં જઈને મેં ઉત્તર વૈકિયની રચના કરી, રચના કરીને તે દેવભવ સંબંધી ઉત્કૃષ્ટ ગતિથી જ્યાં સમુદ્ર હતું અને જ્યાં દેવાનુપ્રિય તમે હતા ત્યાં આવ્યું. ( उवागज्छित्ता देवाणुप्पियस्स उवसग्गं करेमि )
આવીને દેવાનુપ્રિય તમારા ઉપર ઉપસર્ગ ( બાધા ) શરૂ કર્યો. (णो चेव णं देवाणुप्पिया भीया वा तं जण्णं सक्के देविंदे देवराया बदइ सच्चे णं एसमहे)
પણ દેવાનુપ્રિય તમે તેનાથી ડર્યા નથી, ત્રસ્ત થયા નથી, ત્રસિત થયા નથી, ઉદ્વિગ્ન થયા નથી તેમજ તમારામાં ભય ઉત્પન્ન થયે નથી. એથી તમારા વિષે શક દેવરાજે જે કંઈ કહ્યું છે તે તમને જોતાં બરોબર લાગે છે. (तं दिटेणं देवाणुपियाणं इड्री, जुई जसे जाव परक्कमे लद्धे पत्ते अभिसमन्नागए)
હવે મેં તમારા ગુણોની સમૃદ્ધિ જોઈ લીધી છે. તમારી યુતિ આંતર તેજ, તમારી પ્રસિદ્ધિ યાવત્ શબ્દ વડે તમારા શરીરનું શુરાતન, તમારું આત્મિક બળ, તમારું ધર્મમાં દઢરૂપ પુરુષકાર, ધર્મની આરાધનારૂપ તમારૂં પરાક્રમ આ બધા ગુણ મેં જોઈ લીધા છે. તમે આ બધા ગુણ સારી પેઠે મેળવ્યા છે.
આ બધાને સારી પેઠે તમે પિતાને સ્વાધીન બનાવ્યા છે. આ સર્વે ગુણેનું સેવન તમે સારી રીતે કર્યું છે.
(तं खामेमि णं देवाणुप्पिया ! णाइ भुज्जो २ एवं करणयाए तिकट्टु पंजलिउडे पायवडिए एयमé विणएणं भुज्जो २ खामेइ )
એથી હે દેવાનુપ્રિય ! તમને હું નમાવું છું. દેવાનુપ્રિય તમે મને ક્ષમા કરી. મેં જે કંઈ પણ તમારા અપરાધ કર્યો છેહું તેમની તમારાથી ક્ષમા ચાહું છું. તમે મારા અપરાધે ક્ષમા કરવા ગ્ય છે. હવેથી ભવિષ્યમાં કઈ પણુ વખત મારાથી આવું અગ્ય વર્તન થશે નહિ. આ રીતે કહીને તે દેવે પિતાના બને હાથ જોડ્યા અને ત્યારબાદ તેણે અરહનક શ્રાવકના પગમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૫૪