________________
Wભિક્ષુપ્રતિમા પાંચ માસ પ્રમાણવાળી પાંચમી ભિક્ષુપ્રતિમા, છ માસ પ્રમાણ વાળી છઠ્ઠી ભિક્ષુપ્રતિમા, સાત માસ પ્રમાણવાળી સાતમી ભિક્ષુપ્રતિમા, પ્રથમ સાત રાત દિવસ પ્રમાણવાળી આઠમી ભિક્ષુપ્રતિમા, બીજી સાત દિવસ રાત પ્રમાણ વાળી નવમી ભિક્ષુપ્રતિમા, ત્રીજી સાત દિવસ રાત પ્રમાણવાળી દશમી ભિક્ષુ પ્રતિમા તેમજ એક દિવસ રાત પ્રમાણવાળી અગિયારમી ભિક્ષુપ્રતિમા, અને એક રાત પ્રમાણુવાળી બારમી ભિક્ષુ પ્રતિમા, તેઓ બધા અનગારે એ ધારણ કરી.
આ બધી પ્રતિમાઓ વિષે વિગત વાર ચર્ચા “દશાશ્રુતરકંધ' ના સાતમા અધ્યયનની મુનિહષિણી નામની ટીકામાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણું લેવું જોઈએ. __ (तएणं ते महब्बलपामोक्खा सत्त अणगारा खुड्डागं सीह निक्कीलियं तवो कम्म उवसंपज्जित्ताणं विहरंति )
ત્યાર બાદ મહાબલ પ્રમુખ સાતે સાત અનગારોએ લઘુસિંહનિષ્ક્રીડિત નામે તપ કર્યું. સિંહ જેમ પિતાના પાછળના ભાગની તરફ ડેકીયું કરતે આગળ ચાલે છે તે પ્રમાણે જ જે તપ પૂર્વે કરેલાં તપને સાથે લઈને આગળ કરવામાં આવે છે, તે તપ સિંહ નિષ્ક્રીડિત કહેવાય છે. ( 7 =હા ) અનગારોએ આ ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપ કેવી રીતે કર્યું ? તે વિષે સૂત્રકાર સ્પષ્ટીકરણ કરતાં કહે છે.
(चउत्थं करेंति, करित्ता सयकामगुणियं पारेति, परित्ता, छटुं करेंति करित्ता चउत्थं करेंति, करित्ता अट्ठमं करेंति, करित्ता छटुं करेंति, करित्ता दसमं करेंति. करित्ता अट्ठमं करेंति, करित्ता दुवालसमं करेंति करित्ता चाउद्दसमं करेंति करित्ता दुवालसमं करेंति)
તેઓએ સૌ પ્રથમ ચતુર્થભક્ત-એક ઉપવાસ કર્યો. એક ઉપવાસ કરીને વિગય સહિત પારણાં કર્યાં. પારણા કર્યા બાદ ફરી છઠ્ઠભક્ત-બે ઉપવાસ કર્યા. બે ઉપવાસ કરીને તેઓએ પારણાં કર્યા ત્યાર બાદ ચતુર્થ ભક્ત કર્યા બાદ પાર કર્યા. ત્યાર પછી ત્રણ ઉપવાસ રૂપ અષ્ટમ ભક્ત કર્યો. અષ્ટમ ભક્ત
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૦૯