________________
હેતુકતા સ્ત્રીનામ કમાં રહે છે. ત્યાર બાદ મહાખલ અનગારે શાસ્ત્ર પ્રસિદ્ધ વિંશતિ ( વીસ ) સ્થાનકા વડે-કે જે આસેવિત ખહુલીકૃત હતા.-તીર્થંકર નામ ગાત્ર કર્માંના ખંધ કર્યું. દરેક સ્થાનનું એક વાર સેવન કરવું તે સેવિત અને ઘણી વાર સેવન કરવુ તે મહુલીકૃત છે. (તા'ના ) વીસ સ્થાને નીચે મુજબ છે—અરિહંત, (૧) સિદ્ધ, (૨) પ્રવચન, (૩)ગુરુ, (૪) સ્થવિર, (૫)બહુશ્રુત, (૬) તપસ્વીમાં વાત્સલ્યભાવ-ભક્તિ-રાખવી એટલે કે તેમના યથાવસ્થિત ગુણાનું કીર્તન કરવું. (૭) તેમનાં જ્ઞાનમાં નિરંતર ઉપયેગ કરતા રહેવુ' (૮) દનની વિશુદ્ધિ કરવી (૯) ગુરુ દેવ વગેરેની સામે વિનય રાખવા (૧૦) અને સમયે (સવાર સાંજ ) આવશ્યક ક્રિયાએ કરવીં, (૧૧) શીલ અને ત્રતામાં અતિચાર વગર થઇને પ્રવૃત્તિ કરતા રહેવુ –વ્રત, પ્રત્યાખ્યાન નું નિમળ રૂપથી પાલન કરવું. (૧૨) ક્ષણ, લવ વગેરે કાળેમાં પ્રમાદ રહિત થઇને શુભ ધ્યાન ધરવું. (૧૩) તપ,-ખાર પ્રકારના તપાનું આરાધન કરવું',(૧૪)ત્યાગ, અભય દાન અને સુપાત્ર દાન આપવું, કોઈને પણ ભયની સ્થિતિમાં મૂકવા નહિ તે અભયદાન છે તેમજ બીજાએ દ્વારા ભયની સ્થિતિમાં મૂકાયેલા અથવા તે કાઈપણ રીતે મરણેાન્મુખ થતા વ્યક્તિની પાતાની શક્તિ મુજબ રક્ષા કરવી, તેમની ઉપર કરુણા રાખવી, દયાભાવ બતાવવેા આબધું અભયદાન કહેવાય છે.
આ અભયદાન કરુણાદાનના ઉપલક્ષક છે. મહાવ્રતધારી બધા સચમી જનાને અથવાતા પ્રતિમાધારી શ્રાવકોને આહાર વગેરે દાન કરવુ' તે સુપાત્ર દાન છે. ચતુર્વિધ સંઘના માટે સુખનું સર્જન કરવુ. આ તેના ઉપલક્ષક છે. (૧૫) વૈયાનૃત્ય-આચાય` વગેરેની સેવા કરવી, (૧૬) સમાધિ-બધા પ્રાણીઓને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૦૭