________________
દોષને દૂર કરવા માટે એકાંતમાં જે ચર્ચા કરવામાં આવે છે, તે વિચાર ગુહ્ય છે. ધર્મ, લેક અને નીતિ વિરુદ્ધ જે સૌથી ખરાબ વ્યવહાર છે, તે વ્યવહારની સામે પ્રતિકારના માટે જે વિચારો એકાંતમાં કરાય છે, તે વિચારો ‘રહસ્ય કહેવાય છે.
મેઢી–(મેધિ-) ખેડૂતે ઘઉં વગેરે અનાજ ઉપર હાલણું કરે છે, ત્યારે તેઓ અનાજના ઢગલાની વચ્ચે એક લાકડીને થાંભલે રેપે છે અને તેમાં હરોળમાં બળદે જોડીને તે ઢગલા ઉપર ચલાવે છે. તેથી ઘઊં અને “ભૂ” બને ખૂદાઈને જુદાજુદા થઈ જાય છે. તે જેમ પશુઓને ફરવામાં ખાસ અવલંબ તે મેધિ (થાંભલો) હોય છે, તે જ પ્રમાણે આ અભયકુમાર પણ રાજાને માટે પોતાના રાજકુટુંબરૂપ સ્થાનમાં આલંબન (આધાર)રૂપ હતા. મતલબ એ છે કે એના આધારે જ આખા રાજકુટુંબની સ્થિતિ હતી. એ પ્રમાણ સ્વરૂપ હતા, એનો અર્થ એ છે કે જેમ પ્રત્યક્ષ વગેરે પ્રમાણ ઉપાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ અને હેય પદાર્થોથી નિવૃત્તિ કરાવે છે, તેમજ સંશય વગેરેથી મુક્ત થઈને જેમ તે પદાર્થોના પરિચ્છેદક હોય છે, તે જ રીતે અભયકુમાર પણ ઉપાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ કરાવતા હતા અને હેય (ત્યજવા ગ્ય) પદાર્થોથી હમેશાં દૂર રહેતા હતા. અને રાજ્ય સંબંધી દરેક બાબતમાં તે નિઃશંક થઈને વર્તતા. હતા. એ “આલમ્બન સ્વરૂપ હતા. એને અર્થ એ છે કે દેરી થાંભલા વગેરેની જેમ આ આફતરૂપ કૂવામાં પડેલા માણસને ઉદ્ધાર કરનાર હતા. એ આધાર સ્વરૂપ હતા. એને અર્થ એ થાય છે કે એ આધાર બનેલ હતા. આધાર અને અવલમ્બન બન્નેમાં તફાવત છે. જેની મદદવડે માણસ પોતાની ઉન્નતિ સાધે છે, તથા સ્વરૂપવસ્થા મેળવે છે, તે આધાર છે, અને જેની મદદથી માણસ આ ફતેને તરી જાય છે, તે અવલખન છે. બધા માણસના સંપૂર્ણ વ્યવહારોને બતાવનાર હતા, માટે જ એ ચક્ષુસ્વરૂપે કહેવામાં આવ્યા છે. આ પાંચ બાબતોને સ્પષ્ટ કરવા માટે જ સૂત્રકારે ઉપમા વાચક “ભૂત પદ દરેકપદની આગળ મૂકે છે. (ળિયat रज्जं च रटुं च कोसं च कोट्ठागारं बलं च वाहणं च पुरं च अंतेउरं च સંયમેવ રમવાને ૨ વિરુ) આ અભયકુમાર શ્રેણિક રાજાના રાષ્ટ્ર, કેશ, કેષ્ઠાગાર, બલ (સેના), વાહન, પુર, અન્તઃપુર (રાણીવાસ) આ પ્રમાણે સપ્તાંગ સમુદાયરૂપ રાજ્યની સારી પેઠે પોતાની જાતે દેખરેખ રાખતા અને પોતાને વખત પસાર કરતા હતા. “રાષ્ટ્ર’ શબ્દનો અર્થ દેશ છે. કેષ શબ્દને અભિપ્રાય ધનને ભંડાર છે. અનાજના કોઠારનું નામ કોઠાગાર છે. હાથી, ઘોડા, રથ અને પાયદળના સમૂહનું નામ “સૈન્ય” છે. પાલખી વગેરેના ભારને ઉઠાવનારા ખચ્ચર ગધેડા વગેરેનું નામ “વાહન” છે. રાજકુટુંબની સ્ત્રીઓ-રાણીઓ-જ્યાં રહે છે, તે જગ્યાનું નામ અન્તઃપુર છે. અહીં જે “ચ” શબ્દ આવેલ છે, તે રાજ્યના બીજા અનેક પ્રકારે હોય છે, તે બધાને સૂચક છે સૂત્ર કા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૧
૩૮