________________
રાનિદે ળામ ચરે દોા) જબૂ! તમારા પ્રશ્નના જવાબ આ પ્રમાણે છે—તે કાળે અને તે વખતે એજ જમૂદ્રીપ નામના દ્વીપમાં ભરત નામે ક્ષેત્ર હતું. આ ક્ષેત્રના દક્ષિણાદ્ધમાં રાજગૃહ નામે નગર હતું. અહીં જે (1) આ પદ આવ્યું છે. તેના અભિપ્રાય આ પ્રમાણે છે કે ઔપપાતિક સૂત્રમાં ચપાનગરીનુ જેવું વન કરવામાં આવ્યું છે, તેવું જ વર્ણન આ રાજગૃહ નગરનું પણુ સમજવુ જોઈ એ.
તે વનને અનુવાદ પીયૂષવિષ`ણી નામની ટીકામાં કરવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી આ વિષયને સમજવા જોઈ એ. (વ્રુત્તિરુણ ચેપ વનો) તે નગરમાં ગુણશિલક નામે ચૈત્ય હતું. આનુ વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાંથી જાણવું જોઈએ. (તસ્થ ળ રાશિદ નથરે સૃષ્ટિ નામ રાયા ઢોક્થા મા ક્રિમમંત વળો) તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તે મહા હિમાલય પર્વતના જેવા મહામલય પર્યંત જેવા, મ`દરાચલ જેવા અને મહેન્દ્રના જેવા શ્રેષ્ઠ હતા. જેમ મહાત્ હિમવાન પર્વત ખીજા નાના પર્વ તાની અપેક્ષા ઉચ્ચતા આયામ (દીર્ઘતા) ઉદ્વેધ (ગંભીરતા) તેમજ વિષ્ણુભ અને પરિક્ષેપ વડે રત્નમય પદ્મની ઉત્તમ વેદિકાવડે અનેક મણિમય અને રત્નમય ફ્રૂટ (શિખરા) વડે, તેમજ કલ્પવૃક્ષની હારમાળાઓ વડે ક્ષેત્રની મર્યાદા કરનાર હોવાથી મહાન માનવામાં આવે છે, તેમજ શ્રણિક રાજા પણ બીજા રાજાઓ કરતાં જાતિ, કુળ, નીતિ ન્યાય વગેરે વડે પુષ્કળ ધન, કનક, રત્ન, મણિ, મૌતિક, શંખ, શિલા પ્રવાલવડે રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોશ, કોષ્ઠાગારવડે જાતિકુળ અને ધર્મીની મર્યાદા કરનાર હોવાથી મહા હિમવાન્ જેવા કહેવામાં આવ્યા છે. સંપૂર્ણ જનસમાજના મનને પ્રસન્ન કરનાર હેાવાથી તેમજ વિસ્તૃત યશ અને કીર્તિ રૂપ સુગંધવાળા હાવાથી મહામલયની જેમ તેમને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ઉદારતા ધીરજ, તેમજ ગંભીરતા વગેરે ગુણોથી સ’પન્ન હાવાને લીધે તે રાજાને મેરુપર્યંતની જેમ ઉત્તમ કહેવામાં આવ્યા છે. રાજાઓના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૯