________________
અવતરણિકા
જૈનગામ અગાધ સમુદ્ર જેવો છે એને પાર પામવા માટે ગણધર વગેરે દેવોએ નૌકારૂપ ચાર અનુગ કહ્યા છે. તેમાં પહેલા ચરણ કરણાનુગ છે. બીજો ધર્મકથાનુયોગ છે. ત્રીજે ગણિતાનુયોગ છે, અને ચોથે દ્રવ્યાનુગ છે. તેમાંથી બીજા એટલે કે ધર્મકથાનુગને અનુલક્ષીને જ્ઞાતાધર્મકથાગ સૂત્રની પ્રરૂપણ થઈ છે.
નિયમ આ પ્રમાણે છે કે વાક્યના અર્થને જાણવા માટે તે વાકયમાં વાપરેલ પદોને અવબોધ થવો જરૂરી છે. એટલા માટે “જ્ઞાતાધર્મકથાનુગ” તે પદને સૌથી પહેલાં શું અર્થ છે, એ વાત “પરિમિત પદવડે સ્પષ્ટ કરવા ઈચ્છે છે દુર્ગતિમાં જીવોને જવાથી જે રેકે છે અને સુગતિની તરફ વાળે છે, તે ધર્મ છે. આ ધર્મ અહિસા વગેરે રૂપમાં છે તે ધર્મની કથા કહેવામાં આવે છે અર્થાત્ પ્રબન્ધ રૂપે જે તેમનું કથન કરવામાં આવે છે. તે કથા છે. તે કથામાં અહિંસા આદિરૂપમાં ધર્મની પ્રરૂપણું થાય છે, અને સાથે સાથે સ્પષ્ટ રીતે વિવેચન કરવામાં આવે છે ઈહલેક અને પરલોકમાં આત્મા પિતાની મેળે કરેલાં શુભાશુભ કર્મોને વિપાક કેવી રીતે ભગવે છે. તેમજ અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ જે ધર્મોપદેશ છે, એ “ધર્મકથા' છે. એજ તેને સાર છે. એજ વાત “દયાદાન” આદિ શ્લેકવડે સ્પષ્ટ કરવામાં આવી છે. દયા દાન અને ક્ષમા વગેરે ધર્મનાં અંગે છે. આ અંગેના આધારે ધર્મકથા ચાલે છે. ધર્મકથામાં ધર્મને જ ઉપાદેયરૂપથી વર્ણન કરવામાં આવે છે. ભગવાને જે અર્થને જે રીતે વર્ણવ્યું છે, તે અથવું તેજ પ્રમાણે પ્રતિપાદન કરવું તે અનુયાગ કહેવાય છે. (૧) જ્ઞાતાધમ કથા (૨) ઉપાસકદશા, (૩) અન્નકૂદશા, (૪) અનુત્તરપાતિકદશા (૫) વિપાકસૂત્ર આ પાંચ અંગેને અગિયાર અંગમાંથી ધર્મકથાનાં પ્રતિપાદક માનવામાં આવ્યા છે. જ્ઞાતાધર્મકથાગમાં આખ્યાયિકા વગેરેનું વર્ણન વધારેમાં વધારે કરવામાં આવ્યું છે. જે મન્દ બદ્ધિવાળા છે, અને ધર્મના સ્વરૂપની જિજ્ઞાસા રાખે છે, તેમના માટે આ સૂત્ર ધર્મ સ્વરૂપનું પ્રતિપાદન કરનાર હોવાથી અત્યન્ત ઉપકારક છે. એટલા માટે સ્વાધ્યાય વગેરેથી તે સૂત્રનું અનુશીલન કરીને તથા તેને અનુસરીને ચાલનારા આત્માઓને બહુ ઉપકાર થાય છે. તેમજ જેઓ અલ્પબુદ્ધિવાળા છે, તેમની એટલે કે આગમના ભાવને જાણવામાં અસમર્થ છે. તેની પણ ગતિ તે સૂત્રમાં થઈ શકે છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને હું આ સૂત્ર ઉપર ટીકા લખી રહ્યો છું. આ સૂત્રનું સૌથી પહેલું સૂત્ર આ છે – 'तेण कालेण तेणं समएणं इत्यादि
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧