________________
“છત્તપરી ફારો
આઠ આઠ છત્ર ધારણ કરનાર દાસીઓ, આઠ આઠ ચમાર ધારણ કરનાર દાસીઓ, આઠ આઠ તાડપત્રના બનેલા પંખા નાખનાર આઠ આઠ પાણી આપનાર દાસીઓ, આઠ આઠ ક્ષીરપાત્રીઓ, આઠ આઠ મંજન ધાત્રીઓ, આઠ આઠ કીડન ધાત્રીઓ આઠ આઠ અંક ધાત્રીઓ,
अटुंगमदियाओ इत्यादि।
આઠ આઠ સામાન્યરૂપે અંગ મર્દન કરનારી દાસીઓ, આઠ આઠ સ્નાન કરાવનારી દાસીઓ, આઠ આઠ મંડન કરાવનારી દાસીઓ, વર્ણ ચન્દન ઘસનારી આઠ આઠ દાસીઓ, ચૂર્ણ –ગ દ્રવ્ય વિશેષ ઘસનારી આઠ આઠ દાસીઓ, આઠ આઠ અનેક જાતની કીડાઓ કરનારી દાસીઓ, હાસ્ય વિનોદ કરનારી આઠ આઠ દાસીઓ, ઉસ્થાવિ–આઠ આઠ સૂતેલાને જગાડનારી દાસીઓ, આઠ આઠ ઘરનું કામ કરનારી દાસીઓ, રસોઈ ઘરમાં કામ કરનારી આઠ આઠ પરિચારીકાઓ, ભંડારમાં કામ કરનારી આઠ આઠ દાસીઓ, કીડાને માટે કમળ હાથમાં લઈને ઊભી રહેનારી આઠ આઠ દાસીઓ, ક્રિીડાને માટે પુષ્પ લઈને ઉભી રહેનારી આઠ આઠ દાસીઓ, આઠ આઠ પાણી ભરેલી ઝારીઓ લઈને હાજર રહેનારી દાસીઓ, બલકાવિય-વ્યાયામ કરનારી આઠ આઠ દાસીઓ, પુષ્પ વગેરેથી શય્યાની રચના કરનારી આઠ આઠ દાસીઓ, બહાર અને અંદર ચેકી કરનારી આઠ આઠ દાસીઓ આઠ આઠ માળાઓ બનાવનારી દાસીએ, કઈ પણ કામને માટે બહાર મોકલવામાં આવનરી આઠ આઠ દાસીઓ, આ પ્રમાણે આઠ કન્યાઓના માતા પિતાએ બધી થઈને ૧૯૨ વસ્તુઓ મેઘકુમારને પ્રીતિદાન (દહેજ) માં આપી. આઠ આઠની સંખ્યામાં દરેક વસ્તુ તેને આપવામાં આવી. આ રીતે ૧૨ને આઠની સાથે ગુણ્યા કરીએ તે ૧૫૩૬ વસ્તુઓ મેઘકુમારને પ્રીતિદાનમાં તેમના તરફથી મલી, આ સંખ્યા એક જ માતાપિતા દ્વારા એક કન્યાને માટે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૧૨