________________
અપાયદશી–આલેચના ન લેવાવાળા શિષ્યને જેઓ નારક વિગેરે ગતિને ભય બતાવનારા હોય છે. ૮ એવા ગુરૂજ આલેચના આપવામાં સમર્થ હોય છે. આ રીતે આ આઠ ગુણ ગુરૂના કહ્યા છે. આચના આપવાવાળા ગુરૂ સામાચારીના પ્રવર્તક હોય છે. તેથી હવે સૂત્રકાર સામાચારીનું કથન કરે છે. “રવિ સામાચારી ઘનત્તા’ સામાચારી દસ પ્રકારની કહી છે. “રં તે આ પ્રમાણે છે-“પૂછામછા” ઈત્યાદિ ઈચ્છાકાર–પિતાના અથવા પારકાના કૃત્યમાં પ્રવૃત્ત થવામાં ઈચ્છા કરવી તેનું નામ ઈરછાકાર છે આપનું ઈચ્છિત આ કાર્ય હું મારી ઈરછાથી કરૂં છું. તેનું નામ આત્મસારણ છે. મારા પાત્રોના પ્રતિલેખન વિગેરે તથા સૂત્ર પ્રદાન વિગેરે કાર્ય પોતે પોતાની ઈચ્છાથી કરે તેનું નામ પરસારણ છે. ૧ મિથ્યાકાર અતિચાર વિગેરે થઈ જવાથી મિથાને સુકૃતં મવત' આ રીતે મિથ્યા દુષ્કૃત આપવું તેનું નામ મિથ્યાકાર છે, ૨ તથાકાર–ગુરૂજનોને વાચના વિગેરે આપતી વખતે આ આમજ છે. આ રીતે સ્વીકાર કરે તેનું નામ તથાકાર છે. ૩ આવશ્યકી-કઈ એવું કાર્ય આવી જાય કે જે કારણે સાધુને ઉપાશ્રયથી બહાર જવું પડે તે તે સાધુએ “વફથી કુર્યાત આવશ્ય કી સામાચારી કરવી ૪ નૈધિકી જ્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરે ત્યારે નૈધિક સામાચારી કરે ૫ આyછના-જે કામ પિતાની આપે જ કરવા ચોગ્ય હોય તેમાં “આ હું કરું કે નહીં? આ રીતે પૂછવા રૂપ આપ્રચ્છના સામાચારી કરવી ૬ પ્રતિપૃચ્છના-સામાન્ય એ નિયમ છે કે-સાધુ ચાહે તે પોતાનું કામ કરે અથવા બીજા કેઈ સાધુનું કામ કરે તે તેનું કર્તવ્ય છે કે તે પહેલાં તે કાર્ય કરવા માટે ગુરુની આજ્ઞા મેળવે. ગુરૂ જ્યારે તેને તે કાર્ય કરવાની આજ્ઞા આપે તે તે પછી તે કાર્ય કરતી વખતે શિવે ફરીથી તે માટે ગુરુની આજ્ઞા લેવી તેનું નામ પ્રતિપૃચ્છા છે. ૭ “છન્દના–પહેલા ધારણ કરેલ અશન વિગેરે સામગ્રીથી બીજા મુનિને આમંત્રણ આપવું તેનું નામ છંદના છે. ૮ નિમંત્રણ-જ્યારે આહાર લેવા માટે તૈયાર થયેલા સાધુજન બીજા સાધુઓને એવું પૂછે કે-શું આપને માટે આહાર લાવીએ? તેનું નામ નિમંત્રણ છે. ૯ ઉપસંપત-જ્ઞાનદર્શન અને ચારિત્રની પ્રાપ્તિ માટે બીજા ગણના આચાર્યની પાસે રહેવું તેને ઉપસંપત સામાચારી કહે છે. ૧૦ આ રીતે દસ પ્રકારની સામાચારી થાય છે. સૂ૦ ૮
પ્રાયશ્ચિત કે પ્રકાર કા નિરૂપણ
સામાચારીના વિશેષ રૂપ જ પ્રાયશ્ચિત્ત વિગેરે હોય છે. તેથી હવે સત્રકાર પ્રાયશ્ચિત વિગેરેનું કથન કરે છે. “વિષે જાગરિક જજ ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧ ૨૫