________________
શ્રી વિનોદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસિથત થાય છે તેને ખુલાસો કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયંમેવ દીક્ષા કેમ લીધી?
ઉત્તર - પાંચમા આરાનાં ભદ્રા શેઠાણના પુત્ર એવંતા (અતિમુકત) કુમારને તેની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે સ્વયમેવ દીક્ષા લીધી. ત્યારબાદ ભદ્રા શેઠાણીએ પિતાના કુમારને ગુરુને સોંપી દીધા. તે જ રાત્રે તેણે બારમી ભીખુની ડિમા અંગીકાર કરી અને શિયાળણીના પરિષહથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા.
પ્ર. ૨. આવા વૈરાગી જીવને આ ભયંકર પરિષહ કેમ આવે?
ઉત્તર:- કેટલાક ચરમ શરીરી જીવને મરણાંતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજાર ભવનાં કર્મ દેવા જોઈએ, ત્યારે તેમને એકદમ મોક્ષ જવું હતું, તે મારણુતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખપે? બા. બ્ર. શ્રી વિનોદમુનિને આ પરિષહ આવ્યું, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હોય.
શ્રી વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી અહીં સાર રૂપે સંક્ષેપ કરેલ છે.
શ્રી ભગવતી સૂત્રઃ ૩