________________
બા. બ્ર. શ્રી વિનોદમુનિનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
આ પરમ વરાગી અને દયાના પુંજ જેવા પુરુષને જન્મ વિક્રમ સંવત ૧૯૨ પિટસુદાન (આફ્રિકા) માં કે જ્યાં વીરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયો હતે.
શ્રી વિનેદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વિરાણી અને મહા ભાગ્યવાન માતુશ્રીનું નામ બેન મણિબેન વીરાણી બને અસલ વતન રાજ કેટ (સૌરાષ્ટ્ર) છે. બેન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનોદકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દઢધમી અને પ્રિયધમી બન્યા હતા.
પૂર્વ ભવના સંસ્કારથી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હોવા છતાં તેઓશ્રીએ નેનોમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી
તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલજીયમ, હેલેન્ડ, જર્મની, વીઝલેન્ડ, તેમજ ઈટાલી, ઈજીપ્ત વગેરે દેશમાં પ્રવાસ કરેલ. સાં. ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લંડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરનો પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કઈ વખતે પણ કંદમૂળને આહાર વાપરેલ નહીં.
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળો જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર રથળની મુલાકાત લીધી હોવા છતાંએ તેઓને રમણીય સ્થળે કે રમણીય યુવતીઓનું આકર્ષણ થયું નહીં. એ એના પૂર્વભવના ધાર્મિક સંસ્કારને જ રંગ હતો અને એ રંગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત વતન પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીનાં દર્શન કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધે અને વૈરાગ્યમાં જ મન લાગ્યું. હુંડ કાલ અવસર્પિણના આ દુષમ નામના પાંચમા આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કંઈક ક્ષોભ થતા કે તુરત જ તેને ખુલાસો મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા. દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચોવિહાર આદિ પચ્ચક્ખાણ તેઓ ચૂક્યા નહીં. ઊંચી કેટિની શૈયાને ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતરંજી, એક એસીકું અને ઓઢવા માટે એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જ
શ્રી ભગવતી સૂત્રઃ ૩