________________
દ્વિતિય ઉદ્દેશક કે વિષયો કા નિરૂપણ
શતક ૧ ઉદ્દેશક ર– બીજા શતકમાં જે જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેની આછી રૂપરેખા પહેલાં આપવામાં આવે છે. એક જીવ દ્વારા સ્વયંકૃત દુઃખ ભેગવાય છે કે નહીં? હા, ભેગવાય છે પણ ખરું અને નથી પણ જોગવાતું. તે વેદન અને અવેદનનું કારણ એ કમથી ૨૪ દંડક. એક અનેક જીવ સંબંધી પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષનું વર્ણન. સ્વયંકૃત આયુનું વેદના થાય છે અને નથી પણ થતું, તેના કારણનું પ્રદર્શન આ ઉદ્દેશકમાં થયું છે. પૂર્વપક્ષ ઉત્તરપક્ષ શું સમસ્ત નારક જીના શરીર, શ્વાસોચ્છવાસ અને આહાર સમાન હોય છે ? એ પ્રશ્ન અને નથી હોતાં એવો ઉત્તર, અને તેના કારણનું કથન. નારક જીવોની લેસ્યાઓ સરખી હોય છે કે નહીં એ પ્રશ્ન અને નથી હોતી એ ઉત્તર, અને તેના કારણનું એ પ્રમાણે પ્રદર્શન કે કઈ નારક જીવ મહાશરીરવાળા હોય છે તે કેઈ નાનાંશરીરવાળાં હોય છે. નારકજી શું સમાન કર્મવાળાં હોય છે એવો પ્રશ્ન અને નથી હોતાં એવો ઉત્તર તથા તેનું એવું કારણ બતાવ્યું છે કે તેમાં કેટલાંક પૂર્વોપપત્રક (પૂર્વોત્પન્ન) હોય છે અને કેટલાક પશ્ચાદુપપન્નક હોય છે. નારક શું સમાન વર્ણવાળાં હોય છે? નથી હોતાં. એ પ્રમાણે પ્રશ્નોત્તર અને તેના કારણનું પ્રદર્શન. સમસ્ત નારક જીની લેશ્યા સમાન હોય છે શું? એવે પ્રશ્ન અને નથી હોતી એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. નારક જીવેનું દુઃખ સમાન હોય છે શું? એ પ્રશ્ન અને નથી હોતું તેવો ઉત્તર, તથા તેમાં સંજ્ઞિભૂતત્વ અને અસંજ્ઞિભૂતત્વ કારણ. નારક જીવોની ક્રિયાઓ શું સમાન હોય છે? એવો પ્રશ્ન, નથી હોતી એવો ઉત્તર, અને તેમાં કારણ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, અને મિશ્રષ્ટિરૂપ ક્રિયાવિભાગ છે. નારક જીવોનું આયુષ્ય શું સમાન હોય છે, અને તેઓ બધાં શું સાથે જ ઉત્પન્ન થાય છે? એવે પ્રશ્ન, તેને નકારમાં ઉત્તર અને તેનું કારણ (૧) સમાયુષ્ક સપપત્રક. (૨) સમાયુષ્ક વિષમેપ પન્નક, (૩) વિષમાયુષ્ક સમેપપન્નક, અને (૪) વિષમ યુષ્ક વિષમેપપન્નક છે. એ પ્રકારે નારક ચાર પ્રકારના છે. અસુરકુમારના સંબંધમાં બધે વિચાર પહેલાની જેવો જ છે, આહાર, કર્મ, વર્ણ અને લેસ્થાઓમાં ભેદ છે. સ્વનિતકુમાર અને પૃથિવીકાયમાં પહેલાં જેવો જ વિચાર છે. આહાર, કર્મ, વર્ણ અને લેસ્યાઓના વિષયમાં નરયિકોની સાથે તે બનેનું સાદગ્ધ પ્રદર્શન. સમસ્ત પૃથિવીકાયિક અને એક સરખી પીડા થાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૩૨