________________
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે હે ભદન્ત ! આહારરૂપે ગ્રહણ કરાયેલાં તે પુદ્ગલ કયા રૂપે વારંવાર પરિણમે છે? તેના જવાબમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! અસુરકુમારે દ્વારા આહારરૂપે ગ્રહણ કરાયેલ તે પુદ્ગલો શ્રોત્રેન્દ્રિયરૂપે, ચક્ષુરિન્દ્રિયરૂપે, ધ્રાણેન્દ્રિયરૂપે, જિહાઈન્દ્રિયરૂપે અને સ્પર્શનેન્દ્રિય રૂપે પરિણમે છે. મૂળ સૂત્રમાં જ “જાત' (સુધી) પદ મૂકયું છે તે દ્વારા “વિચિત્તા, ચિત્ત, મિત્તિ” પદેને સમાવેશ કરવાનો છે. તેનું તાત્પર્ય એ છે કે તે પુદ્ગલે ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, અને જિહુવા ઈન્દ્રિય રૂપે પરિણમે છે. ઈન્દ્રિરૂપે પરિણમેલ તે પુગલો શારીરિક સૌદર્યરૂપે, ગૌરાદિ સુંદર વર્ણરૂપે, મનહર આકૃતિરૂપે, મને વાંછિત સૌંદર્યરૂપે, કાન્તિચુક્તતારૂપે, પ્રેત્પાદક રૂપે, મનને હરણ કરનારરૂપે, દર્શકજનેનાં ચિત્તને પરમાઆનંદ આપવારૂપે, જેવાની ઈચ્છા ઉત્પન્ન કરવારૂપે, ગુરુપરિણામરૂપે નહીં પણ લઘુપરિણામરૂપે, દુઃખરૂપે નહીં પણ સુખરૂપે વારંવાર પરિણમે છે.
વળી ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભદન્ત ! પૂર્વકાળે આહાર રૂપે ગ્રહણ કરાયેલ પુદ્ગલો શું પરિણામને પ્રાપ્ત કરી ચૂક્યાં હોય છે?
આ પ્રશ્નના જવાબમાં પ્રભુ તેમને કહે છે કે આ વિષયનું કથન નારકના પ્રકરણમાં ૧૨માંથી ૧૪માં સુધીના સૂત્રમાં “રઢિચ નિતિ” સુધીના પાઠમાં બતાવ્યા પ્રમાણે સમજવું. ત્યાં તે વિષય નારક જીવને અનુલક્ષીને કહેવામાં આવેલ છે. તે ત્યાં “નારક ને બદલે “અસુરકુમાર પદ મૂકવાથી અસુરકુમારે એ પૂર્વકાળમાં ગ્રહણ કરેલાં પુદગલોના પરિણામ વિશેના પ્રશ્નો ઉત્તર મળી જશે. “મિલિયત્તા અહીં “પિધાન શબ્દની જેમ “1” નો લોપ થયે છે. તેથી જેમ “પિધાન” માં “અપિધાન શબ્દ માની લેવાય છે તેમ અહી પણ “મિચ્છા” શબ્દ માની લેવાયો છે. “મિચ્છા” એટલે લોભ. એ લોભ જેને થયું હોય છે તેને “મિશ્ચિત કહે છે. અભિધ્યિતન ભાવ જ અભિધ્યિતા છે. જોવાની ઈચ્છાના લોભની જે ઉત્પાદકતા છે તે જ અભિધ્યિતા છે.
અસુરકુમારના કથનને નારકના કથન પ્રમાણે કહેવાનો આશય એ છે કે “ડિઝલાના” ઈત્યાદિ ગાથાઓમાં કહેવામાં આવેલાં ૪૦સૂત્ર, “પરિવં નિયા” આ ગાથામાં કહેલાં ૬ સૂત્ર, “એરિવિયા” આ ગાથામાં કહેલાં ૧૮ સૂત્રે અને “ઘોર ઈત્યાદિ ગાથામાં કહેલાં ૮ સૂત્રે, એ રીતે કુલ ૭૨ સૂત્રે નારક ના પ્રકરણમાં આવી ગયાં છે. તે ૭૨ સૂત્રે અસુરાદિ ૨૩ દંડકમાં સમાન છે. સૂ. ૧ણા
શ્રી ભગવતી સૂત્ર : ૧
૯૩