________________
પણ છ આવત્ત થાય છે. આ રીતે કૃતિકમ બાર આવ વાળું હોય છે. આ રીતે ચાર આવતું થયા તથા ચારશિર એ પાંચમું અને હું આવર્ત છે, પહેલાં દાખલ થયેલ શિષ્યના ક્ષમાપ!કાળમાં શિષ્ય અને આચાર્યનાં બે શિર, ત્યાર બાદ પુનઃ નીકળીને પ્રવિષ્ટ થયેલ શિષ્યના ક્ષમાપણુકાળમાં શિષ્ય અને આચાર્યનાં બે શિર છે. એ પ્રમાણે ચાર શિર છે. તેમના બે આવર્ત એ રીતે પાચમું અને છડું આવર્ત થાય છે. તથા ત્રણ ગુપ્તિના ત્રણ આવર્તા એ રીતે તે નવ આવત્ત થઈ જાય છે. બે પ્રવેશના બે આવર્તા–અવગ્રહ લઈને પ્રવેશકર તે પ્રથમ પ્રવેશ, તથા નીકળીને પુનઃ પ્રવેશ કરે તે દ્વિતીય પ્રવેશ, એ પ્રવેશરૂપ બે આવર્ત છે. તથા અવગ્રહથી આવશ્યકી કરીને નીકળનારને એક, તે બારમે નિષ્ક્રમરૂપ આવર્ત થાય છે, બીજી વાર અવગ્રહથી નીકળતું નથી પણ ત્યાં ગુરૂ ચરણમાં રહીને જ ક્ષમા શ્રમણને પૂરો પાઠ બોલે છે. આ રીતે કૃતિકર્મ–વંદન-બાર આવર્ત વાળું કહેલ છે એ બાર આવર્તોમાં અવશ્ય કરવા એગ્ય પચીશ વિધિ હોય છે, તે આ પ્રમાણે છે–
બે શિરોનમન, ૨, એક યથાજાત ૩, આદક્ષિણ પ્રદક્ષિણ રૂપ બાર પ્રક રનાં કૃતિકમ ૧૫, ચાર શિર, ૧૯, ત્રણ ગુપ્તિ, ૨૨, બે પ્રવેશ ૨૪, અને એક નિષ્ક્રમણ ૨૫.
આયામ (લંબાઈ) અને વિખંભ (પહોળાઈ) ની અપેક્ષાએ વિજયા નામની રાજધાની બાર હજાર એજનની કહી છે. રામ નામના બલભદ્ર બાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને પાંચમાં દેવલોકમાં દેવ થયા છે. મંદિર પર્વતની ચૂલિકા મૂળમાં વિધ્વંભની અપેક્ષાએ બાર એજનની કહેલ છે. આખા વર્ષમાં સૌથી ટૂંકી રાત્રિ બાર મુહૂર્તવાળી હોય છે એ જ પ્રમાણે સૌથી ટૂંકો દિવસ પણ બાર મુહૂર્તને હોય છે. સર્વાર્થ સિદ્ધ મહાવિમાનતા ઉપરિતન શિખરના અગ્રભાગથી બાર યેાજન ઉપર ઈષ~ાગભાર નામની સિદ્ધશિલા છે. આ ઈષ~ાગૃભાર પૃથ્વીનાં બાર નામ છે, તે આ પ્રમાણે છે–(1) ઈષત્ (ર) ઈસ્માભાર(૩) તન (૪) તનુજ્જર, (૫) સિદ્ધિ (૬) સિદ્ધાલય, (૭) મુકિત, (૮) મુકતાલય, (૯) બ્રહ્મ, (૧૦) બ્રહ્માવતંસિકા, (૧૧) લોકપ્રતિપૂરણ અને (૧૨) કાગચૂલિકા, સૂ૩૨
શ્રી સમવાયાંગ સૂત્ર