________________ શાસ્ત્રપ્રશસ્તિ શાસ્ત્રપ્રશસ્તિ ગુજરાતી અનુવાદ 1 સૌરાષ્ટ્ર દેશમાં મજ નદીને કિનારે જૈનસંઘથી વિભૂષિત અતિ રમણીય ખાખી જાળીયા” નામનું ગામ છે. 2 આ ગામમાં બાંટવીયા કુળમાં ઉત્પન્ન સુત્રાપક તથા સુવ્રતી “ગિરધરભાઈ નામના બાંટવીયા શેઠ રહે છે. તેમના સુપુત્ર “અમીચંદભાઈ” જેઓ પરમ શાંત સ્વભાવ છે સુશ્રાવક છે. 3 તે અમીચંદભાઈના પત્ની પરમ પવિત્ર પતિવ્રત્ય વ્રતને ધારણ કરનાર પુણ્ય. શાળી અને ધર્મોદ્ધાર કાર્યને વહન કરવામાં જ પિતાનું કલ્યાણ માનનાર વ્રજકુંવર” નામના છે 4 તેમને “વિનયચંદ્રભાઈ” “ચંદ્રકાંતભાઈ” તથા “રમેશચંદ્રભાઈ” નામના ત્રણ પુત્રો છે તથા પરમશુશીલા ધાર્મિક ભાવથી યુક્ત વૈરાગ્યની “ઈન્દુમતીબહેન” નામની શાંતસ્વભાવવાળી પુત્રી છે. 5 વિનયચંદ્રભાઈની ધીરજકુંવર નામની ધર્મપત્ની છે જેઓને રાજેન્દ્ર અને જયેશ નામના બે પુત્રી છે. અને જય નામની એક સુપુત્રી છે. વિનય દયા આદગુણોથી યુક્ત અને ધર્માચરણમાં પરાયણ હેમલતા' નામની ચંદ્રકાંતભાઈના પત્ની હતા કે જેણે કાલધર્મ પામીને સ્વર્ગવાસ કર્યો છે. 7 તે સ્વર્ગીય “હેમલતાના' તથા હેમલતાબહેનના પુત્રના સ્મરણાર્થે સમવાયાંગ સૂત્રની શાસ્ત્ર મર્મને વિશદ રીતે પ્રકાશ કરનારી “ભાવધિની” નામની ટીકા પૂજ્યશ્રી ઘાસીલાલ મહારાજે બનાવી છે. શ્રી સમવાયાંગ સૂત્ર 507