________________
તીન સંખ્યાવિશિષ્ટ તીસરા સમવાય મેં તીન પ્રકાર કે દંપ્નાદિકાનિરૂપણ
હવે સૂત્રકાર ત્રીજું સમવાય પ્રગટ કરે છે-“તો હૃહા” કુરારિ ટીકાથ–ચારિત્ર આદિના વિનાશથી આત્માને જેનાથી નિઃસાર બનાવી દેવામાં આવે છે તેનું નામ દંડ છે. તે દંડ ત્રણ પ્રકારના ભગવાને બતાવ્યા છે-(૧) મને દંડ, (૨) વચનદંડ (૩) કાયદંડ. ગુપ્તિ ત્રણ પ્રકારની છે-(૧) મનગુપ્તિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ. શલ્ય ત્રણ પ્રકારનાં છે-(૧) માયાશલ્ય, (૨) નિદાન શલ્ય, અને (૩) મિથ્યા દર્શન શલ્ય. ગૌરવ ત્રણ છે -(૧) ઋદ્ધિગૌરવ (૨) રસગૌરવ અને (૩) સાતા ગૌરવ. વિરાધના ત્રણ છે–(૧) જ્ઞાન વિરાધના, (૨) દર્શન વિરાધના અને (૩) ચારિત્ર વિરાધના મૃગશિર્ષ નક્ષત્ર ત્રણ તારાવાળું છે. પુષ્ય નક્ષત્ર ત્રણ તારાવાળુ છે જયેષ્ઠા નક્ષત્ર ત્રણ તારાવાળું છે અશ્વિની નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે અને ભરણી નક્ષત્ર ત્રણ તારાએવાળું છે.
ભાવાર્થ—જેના સંબંધથી આત્મા પોતાના ચારિત્રને વિનાશ કરીને નિઃસાર બની જાય છે તેનું નામ દંડ છે. દોષયુકત મનના સંબંધથી આત્મામાં કર્મવર્ગ ણાઓનું જે કર્મરૂપે પરિણામ થાય છે, તેનું નામ મનોદંડ છે. એ જ રીતે દેવયુકત વચન દ્વારા અને દોષયુકત કાયા દ્વારા પણ આ માને દંડને પાત્ર થવું પડે છે. તેથી મન, વચન અને કાયાના ભેદથી દડના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે મન, વચન, અને કાયાનો સારી રીતે નિરોધ કરે તેને ગુપ્તિ કહે છે. તે ગુપ્તિ પણ ત્રણ પ્રકારની છે—મને ગુપ્તિ-મનને અશુભ પ્રવૃત્તિથી દૂર રાખીને શુભ પ્રવૃત્તિમાં જોડવું વચનગુતિ-વચનને અશુભ પ્રવૃત્તિમાંથી હટાવી લઈને શુભ પ્રવૃત્તિમાં જોડવા, એટલે કે બેલવાના દરેક પ્રસંગે વાણીનું નિયમન કરવું કે પ્રસંગોપાત મૌન ધારણ કરવું તે વચનગુપ્તિ છે કાયગુપ્તિ-કોઈ પણ ચીજ લેવામાં કે અખવામાં અથવા બેસવા ઉઠવા, ચાલવા આદિ ક્રિયામાં કર્તવ્ય અકર્તવ્યને વિવેક રહે એ રીતે શારીરિક પ્રવૃત્તિનું નિયમન કરવું તે કાયગુપ્તિ કહેવાય છે. જીવનનિર્વાણમાં ગુતિને મેટે ફાળે રહે છે. કારણ કે તેના વિના ભવબંધનમાંથી મુકત થઈ શકાતું નથી. ગુપ્તિમાં માત્ર અશુભ પ્રવૃત્તિથી દૂર રહીને શુભ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનું હોય
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૯