________________
જ હોય છે. તેજોમય પગલોના વિકારને તૈજસ કહે છે. આ શરીર તેજોમય હોવાથી ખાવામાં આવેલ આહાર આદિના પરિપાકના હેતુરૂપ હોય છે. શરીરગત ઉષ્મા લક્ષણ છે. શરીરમાં દીપ્તીનું પણ તેને કારણે માનવામાં આવે છે. કર્મસમૂહથી જે શરીર બને છે તે શરીરને કમજ શરીર કહે છે કર્મ પરમાણુપુંજ આત્મપ્રદેશની સાથે દૂધ અને પાણીની જેમ મળી જઈને જે શરીરરૂપે પરિણમે છે, તે જ કર્મજકામણ શરીર છે. જેમ બીજને અંકુર આદિના કારણરૂપ માનવામાં આવે છે તેમ આ શરીર પણ સકળ કર્મોની ઉત્પત્તિના કારણરૂપ છે, જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કમ તેના વડેજ ઉત્પન્ન થાય છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે, તૈજસ અને કામણ શરીર જન્મસિદ્ધ પણ નથી અને કૃત્રિમ પણ નથી, એટલે કે તે જન્મ પછી પણ થનાર છે. કારણકે તેને સંબંધ અનાદિ છે. ઔદારિક શરીર જન્મસિદ્ધજ હોય છે. કારણ કે તેની ઉત્પત્તિ સંમૂચ્છન અને ગર્ભજન્મથી થાય છે. તે મનુષ્ય અને તીર્થ"ને જ હોય છે. વૈકિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ, એમ બે પ્રકારનું હોય છે. દેવ અને નારકીએને વૈક્રિયશરીર જન્મસિદ્ધ હોય છે. કૃત્રિમ વૈક્રિયશરીર વિશિષ્ટલબ્ધિથી થાય છે. તે તજન્ય શકિત વિશેષરૂપ લબ્ધિ કેટલાક ગર્ભજ મનુષ્ય અને કેટલાક તિર્ય”. ૨ માં સંભવે છે તેથી તે પ્રકારની લબ્ધિથી પ્રાપ્ત થતા વૈક્રિયશરીરના અધિકારી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ હોઈ શકે છે. કૃત્રિમવૈકિયના કારણરૂપ એક બીજા પ્રકારની લબ્ધિ પણ માનવામાં આવે છે, જે તપ જન્ય નથી પણ જન્મથી જ મળે છે. એવી લબ્ધિ કેટલાક વાયુકાયિકમાં જ હોવાનું મનાય છે. તેથી તેઓ પણ લબ્ધિ જ કૃત્રિમવૈકિય શરીરના અધિકારી છે. આહારક શરીર કૃત્રિમ જ છે તેનું કારણ વિશિષ્ટલબ્ધિ જ છે, જે લબ્ધિ મનુષ્ય સિવાય બીજી કોઈ પણ જાતિમાં નથી અને મનુષ્યોમાં પણ વિશિષ્ટ મુનિયામાં જ તે લબ્ધિ હેય છે. પ્રશ્ન-ક્યા વિશિષ્ટ મુનિયામાં હોય છે? ઉત્તર-ચૌદપૂર્વપાઠી મુનિમાં હોય છે. પ્રશ્ન-એ તે લબ્ધિને ઉપગ કયારે અને શા માટે કરે છે? ઉત્તર-કઈ સૂક્ષ્મ વિષયમાં શંકા ઉત્પન્ન થતા અથવા પ્રાણિદયા આદિ કાર્ય ઉપસ્થિત થતા ચૌદપૂર્વધારી મુનિ તે પ્રકારનું નિર્માણ કરીને જે બીજા ક્ષેત્રમાં સર્વજ્ઞ હોય છે ત્યાં તેમની સમીપે જાય છે. કારણ કે દારિક શરીરથી અન્ય ક્ષેત્રમાં ગમન સંભવિત હેતું નથી. ત્યાં પહોંચીને પિતાના સંદેહ આદિનું તેમની પાસેથી નિવારણ કરીને તે પોતાને સ્થાને પાછાં ફરે છે. આ કાર્ય ફકત અન્તમુહૂર્તમાં જ પતી જાય છે. હે ભદંત !
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૧૪