________________
જ પ્રકાર છે. જો કે તેમાં પણ પંચવિધ ઈદ્રિયસ્વરૂપ અને યોગ, કષાય, અને વિવિકત શયનાસનના ભેદથી ત્રિવિધ નેઈન્દ્રિય સ્વભાવને પ્રતિસંલીનતાને વિષય કહેલ છે- તે દષ્ટિએ તેમાં અનેકવિધતા લાગે છે. તે પણ અહીં તે અનેક વિધતાની વિવક્ષા કરવામાં આવેલ નથી, એકત્વની જ વિવક્ષા કરેલ છે. એક વિહાર પ્રતિમાના ભેદન ભિક્ષુપ્રતિમાની અંદર સમાવેશ થાય છે. તેથી વિહાર પ્રતિમાને પણ એક જ પ્રકાર છે. આ પ્રમાણે એકંદરે ૯૨ બાણુ પ્રતિમાઓ છે. ભગવાન મહાવીરના પહેલા ગણધર, સ્થવિર ઇન્દ્રભૂતિ ૯૨ બાણુ વર્ષનું પોતાનું આયુષ્ય ભોગવીને સિદ્ધ બુદ્ધ આદિ થયા. તેઓ ૫૦ પચાસ વર્ષ ગૃહસ્થાવસ્થામાં ૩૦ ત્રીસ વર્ષ છદ્મસ્થાવસ્થામાં અને ૧૨ બાર વર્ષ કેવલિ પર્યાય રહ્યા હતા. મંદર પર્વતના બરાબર મધ્ય ભાગથી ગોસ્તૂપ નામના આવાસ પર્વતને પશ્ચિમ દિશાનો અન્તિમ પ્રદેશ ખાણું (૨) હજાર યોજન દૂર છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-મેરૂના મધ્યભાગથી જંબૂની જગતી (કોટ) પચાસ હજાર યોજન દૂર છે. અને ત્યાંથી ગેસૂપ આવાસ પર્વત ૪૨ બેંતાલીસ હજાર એજન દૂર છે. એ જ પ્રમાણે જે બીજા ત્રણ આવાસ પર્વત છે તેનું મેરૂ પર્વતના મધ્ય ભાગથી અંતર સમજવું.
ભાવાર્થ-આ સૂત્રમાં જે ૯૨ બાણું પ્રતિમાઓ કહી છે તે આ પ્રમાણે છેમુખ્ય પાંચ પ્રતિમાઓ છે, (૧) સમાધિપ્રતિમા, (૨) ઉપધાન પ્રતિમા, (૩) વિવેકપ્રતિમા, (૪) પ્રતિસંલીનતાપ્રતિમા અને (૫) એક વિહારપ્રતિમા. તેમાંની પહેલી પ્રતિમાના શ્રત અને ચારિત્ર, એ બે ભેદ છે-તે બે ભેદની અવાન્તર ભેદ પિટા પ્રકારે ૬૭ સડસઠ છે. ઉપધાન પ્રતિમાના ૨૩ ત્રેવીસ ભેદ છે. વિવેકપ્રતિમા અને પ્રતિસંલીનતાના ભેદ નથી. તથા એક વિહાર પ્રતિમાના જે ભેદ છે તે બધાને ભિક્ષુપ્રતિમામાં સમાવેશ થઈ જાય છે. તેથી તે પ્રતિમાઓ ૯૨ બાણું છે. બાકીનાં પદેને ભાવાર્થ સરળ છે. સૂ, ૧૩૧
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૩૧