________________
સાઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર સાઠ(૬૦)સાઈઠ સંખ્યાવાળાં સમવાયે બતાવે છે-“
g oi मंडले इत्यादि !
ટીકાઈ-એક સો ચોર્યાસી (૧૮૪) મંડળમાંથી પ્રત્યેક મંડળ-સંચરણ ક્ષેત્રને સૂર્ય સાઠ સાઠ(૬૦-૬૦) મુહૂર્ત બાદ નિષ્પન્ન કરે છે. તેને ભાવથ આ પ્રમાણે છે.
જે દિવસે સૂર્ય જે સ્થાને ઉદય પામે છે તેનાથી બીજા સ્થાને તે બે દિનરાત બાદ ઉદય પામે છે. તેથી સાઠ-સાઠ મુહૂર્ત બાદ જ સૂર્ય પિતાના પ્રત્યેક સંચરણ ક્ષેત્રરૂપ મંડલનું નિર્માણ કરે છે. સાઠ (૬૦) હજાર નાગદેવતા લવણસમુ. દ્રના આગ્રોદકને ધારણ કરે છે. સોળ હજાર(૧૬૦૦૦) યોજન ઊંચી જે લવણસમુદ્રની વેલા (જલરાશિ) છે તેના ઉપર બે ગભૂતિ-બે ગાઉ સુધી પાણીને જે ઊતાર ચઢાવ થાય છે તેને અદક કહે છે વિમળનાથ અતપ્રભુ સાઠ (૬૦) ધનુષ પ્રમાણુ ઊંચા હતા. વૈરોચનેન્દ્રબલિના સામાનિક દેવે સાઠ (૬૦) હજાર છે, તે બાલ ઉત્તરાઈને અધિપતિ છે, અને અસુરકુમાર જાતિને રાજા છે. બ્રહ્મલેક નામના પાંચમા દેવલોકના ઈદ્ર બ્રહ્મ દેવરાજ દેવેન્દ્રના સાઠ હજાર (૬૦૦૦૦) સામાનિક દે છે. સૌધર્મ અને ઇશાન, એ બે કલપમાં સાઠ (૬૦) લાખ વિના નાવાસ કહેલ છે એટલે કે સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ, અને ઈશાન દેવલેકમાં અઠ્ઠાવીસ (૨૮) લાખ વિમાનાવાસ છે.
ભાવાર્થ-આ સૂત્રદ્વારા સૂત્રકારે સાઠ (૬૦) સંખ્યાવાળાં સમવાનું કથન કર્યું છે. સૂર્ય પોતાના પ્રત્યેક સંચરણક્ષેત્ર-મંડળને સાઠ (૬૦) મુહૂર્તમાં નિષ્પન્ન કરે છે. લવણસમુદ્રના અદકને સાઠ હજાર નાગદેવતા ધારણ કરે છે. વિમળનાથ તીર્થકરના શરીરની ઉંચાઈ સાઠ (૬૦) ધનુષ પ્રમાણે હતી. વૈરેચને બલિના તથા બ્રહ્મદેવેન્દ્રના સાઠ, સાઠ (૬૦, ૬૦) હજાર સામાનિક દે છે. સૌધર્મદેવલેકમાં બત્રીસ લાખ વિમાનાવાસ, અને ઈશાનદેવલેકમાં અઠ્ઠાવીસ(૨૮)લાખ વિમાનાવાસ મળીને તેબન્નેમાં એકંદરે સાઠ લાખ (૬૦૦૦૦૦૦)વિમાનાવાસ છે. સૂ. ૯દા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૬