________________
ઈક્યાવનવે સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર પ૧ (એકાવન) સંખ્યાવાળાં સમવાય દર્શાવે છે.– નવë વંમર ફાર!
ટીકાર્ય–આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના શસ્ત્રપરિણા આદિ નવ અધ્યયનના કુલ (એકાવન) ઉશનકાળ કહેલ છે. અસુરોના રાજા ચમરઅસુરેન્દ્રની સુધર્મા સભા ૫૧૦૦ થંભેવાળી છે. બલિ અસુરેન્દ્રની સભા પણ એવી જ છે. સુપ્રભ નામના ચોથા બળદેવ કે જે વર્તમાન અવસર્પિણીમાં થયા છે, તે પિતાનું એકાવન લાખ વર્ષનું આયુષ્ય ભેળવીને સિદ્ધ થયા, બુદ્ધ થયા, આ સંસારથી મુકત થયા, પરિનિ. વૃત થયા અને સમસ્ત દુખેથી રહિત થયા દર્શનાવરણ કમની નવ (૯) ઉત્તર પ્રકૃત્તિ અને નામકર્મની બેંતાલીસ(૪૨)પ્રકૃતિ, એ બને મળીને એકાવન(૫૧) થાય છે. તેથી દશનાવરણ અને નામકર્મ એ બન્નેની એકાવન ઉત્તર પ્રવૃતિ કહી છે.
ભાવાર્થ-આચારાંગ સૂત્રનો જે પહેલે શ્રતરક ધ છે તેમાં શાસ્ત્રપરિણા નામનું જે પહેલું અધ્યયન છે તેમાં સાત ઉદ્દેશ છે, તેથી તેના સાત જ ઉદ્દેશનકાળ છે. લકવિજય નામના બીજા અધ્યયનમાં છ ઉદેશ અને છ ઉદ્દેશકાળ છે. શીતાગણીય નામનાં ત્રીજા અધ્યયનમાં ચાર ઉદ્દેશ અને ચાર ઉદ્દેશકાળ છે, સમ્યકત્વ નામના ચોથા અધ્યયનમાં ચાર ઉદ્દેશ અને ચાર ઉશનકાળ છે. લોકસાર નામના પાંચમાં અધ્યયનમાં છ ઉદ્દેશ અને છ ઉદ્દેશનકાળ છે. ધૂત નામના છઠ્ઠા અધ્યયનમાં પાંચ ઉદ્દેશ અને પાંચ ઉદેશનકાળ છે. વિચછેદ પામેલા મહાપરિજ્ઞા નામના સાતમાં અધ્યયનમાં સાત વિમેક્ષ નામના આઠમાં અધ્યયનમાં આઠ અને ઉપધાન શ્રત નામના નવમાં અધ્ય. યનમાં ચાર, ઉદ્દેશ અને એટલા જ ઉદ્દેશનકાળ છે. આ રીતે ૭-૬-૪-૪-૬-૫ ૭ ૮-૪ મળીને એકંદરે ૫૧ (એકાવન) ઉદ્દેશ અને પ૧૪ ઉદ્દેશનકાળ છે જયાં જેટલા ઉદ્દેશ છે એટલા જ ત્યાં મૃતોપચાર રૂપ ઉદ્દેશનકાળ છે. નિદ્રાદિક પાંચ તથા ચક્ષુદર્શનાવરણીય આદિ ૪, એ પ્રમાણે દર્શનાવરણીયની નવ પ્રકૃતિ છે બેંતાળીસમાં સમવાયાંગમાં નામકર્મની બેંતાલીસ પ્રકૃતિ કહેવામાં આવી છે. બાકીનાં પદોને ભાવાર્થ સરળ છે સૂ. ૯૦૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૭૭