________________
છે. (૪) પદ્મ અને ઉ૫લની ગંધ જેવો શ્વાસોચ્છવાસ હોય છે, આ ચે અતિશય છે. (૫) છદ્મસ્થના ચર્મચક્ષુ વડે તેમને આહાર અને નીહાર-મલમૂત્રને પરિત્યાગ જોઈ શકાતો નથી, આ પાંચ અતિશય છે. (૬) આકાશગત ધર્મચક્રનું હોવું તે છઠ્ઠો અતિશય છે (૭) આકાશગત ત્રણ છનું હોવું, તે સાતમે અતિશય છે (૮) આકાશગત બે સુંદર સફેદ ચામરોનું હોવું તે આઠમે અતિશય છે. (૯) આકાશગત સ્ફટિક રત્નનું બનાવેલું પાદપીઠિકા સહિતનું સિંહાસન હોવું તે નવો અતિશય છે. (૧૦) આકાશગત હજારે નાની નાની પતાકાઓવાળા ઈન્દ્રધ્વજનું પ્રભુની આગળ આગળ ચલવું, તે દશમે અતિશય છે. (૧૧) અહંત ભગવાન જ્યાં જ્યાં થોભે છે ત્યાં ત્યાં એ જ ક્ષણે સઘન પત્ર, પુષ્પ અને પલ્લવથી યુક્ત છત્ર, ધ્વજા, ઘટડીઓ, પતાકાઓ વાળા અશોકવૃક્ષનું હોવું, તે અગિયારમે અતિશય છે. (૧૨) મસ્તકની પાછળ દસે દિશાઓને પ્રકાશિત કરનાર તેજોમંડળનું હોવું તે બારમે અતિશય છે (૧૩) બહુમ–અત્યંત એક સરખા ભૂમિભાગનું બનવું –એટલે કે જ્યાં જ્યાં અહંન્ત ભગવાન વિરાજે છે, અથવા બેસે છે, કે જાય છે ત્યાં ત્યાંને ભૂમિભાગ ઊંચનીચે નહીં રહેતા સમતલ અને રમણીય થઈ જાય છે. આ તેરમે અતિશય છે.(૧૪) અહંત ભગવાન જે માળેથી વિચરે છે ત્યાંના કાંટા અધોમુખ થઈ જાય છે. આ ચૌદમે અતિશય છે. (૧૫) વિપરીત હતુઓનું પણ સુખસ્પર્શથી યુક્ત હોવું એટલે કે છ ઋતુઓનું પ્રગટ થવું, આ પંદરમે અતિશય છે (૧૬) શીતલ, સુખદ, અને સુગંવિત વાયુનું-સંવર્તક પવનનું-ચાલવું અને એક એજન સુધીના ક્ષેત્રને દરેક તરફથી કચરા આદિથી રહિત કરી દેવું તે સળગે અતિશય છે (૧૭) મેઘ દ્વારા અચિત્ત પાણીના નાના ફેરાં વરસાવીને એક જ સુધીની જમીનની રજ અને ધૂળને તદ્દન સાફ કરવી આ સત્તરમો અતિશય છે. પવનથી જે ઉડે છે તેને રજ કહે છે. તથા જે ભૂમિપર રહે છે તેને ધૂળ કહે છે. (૧૮) જાન્સેધ પ્રમાણે અચિત્ત, પંચવણના જલગતપુપો-કમલાની-શોભા ધારણ કરનારાં તથા સ્થળગત પુષ્પોની શોભા ધારણ કરનારાં પુષ્પોની ઉર્ધ્વમુખ સ્થિતિમાં જમીન પર રચના થાય છે, તે અઢારમો અતિશય થયા. (૧૯) અમને જ્ઞ-પ્રતિફેલ -શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો અભાવ તે ઓગણીસમ અતિશય છે. (૨)
શ્રી સમવાયાંગ સૂત્ર
૧પ૯