________________
કહી છે. નીચે નીચેના વેયકવાસી દેવોની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરે પમની કહી છે જે દેવે (૧) મહિત, (૨) વિકૃત, (૩) વિમલ (૪) પ્રભાસ,(૫) વનમાલ અને (૬) અયુતાવતું સક, એ છ વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિત ૨૨ બાવીસ સાગરોપમની કહી છે તે દેવે બાવીસ અધમાસ અગિ. વાર માસ બાદ–બાહ્ય આભ્યન્તરિક શ્વાસોચ્છવાસ લે છે. તે દેવને બાવીસ હજાર વ. વ્યતીત થયા પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે દેવોમાં કેટલાક દે એવા હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે તેઓ બાવીસ ભવ કર્યા પછી સિદ્ધ ગતિ પામશે, બુદ્ધ થશે, સંસારથી મુક્ત થશે, પરિનિવૃત થશે, અને સમસ્ત દુઃખાને નાશ કરશે. સૂ, ૫૧
|
તેઈસવે સમવાયમેં સૂત્રકૃત્રાંગકેઅધ્યયનાદિકા નિરૂપણ
હવે સૂત્રક ૨ ૨૩ તેવીસ સંખ્યાવાળા સમવાય બતાવે છે-તેલ વાંકા ત્યાર!
ટીકાથ–સૂત્રકૃતાંગના ૨૩ તેવીસ અધ્યયને છે. તેમનાં નામ આ પ્રમાણે છે-પહેલા થતષ્ઠધના સેળ અધ્યયન નીચે પ્રમાણે છે–(૧) સમય, ૨) વૈતાલિક, (૩) ઉપસર્ગ પરિજ્ઞા, (૪) સ્ત્રી પરિસા, (૪) નરકવિભકિત, (૬) મહાવીર સ્તુતિ, (૭) કુશીલ પરિ. ભાષિત, (૮) વીવી, (૯) ધર્મ, (૧૦) સમાધિ, (૧૧) માર્ગ, (૧૨) સમવસરણ (૧૩) યાથાત, (૧૪) ગ્રન્થ, (૧૫) યમક અને (૧૬) ગાથા. બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયન આ પ્રમાણે છે–(૧) પુંડરિક, ક્રિય સ્થાન (૩) આહારપરિજ્ઞા. (૪) અપ્રત્યાખ્યાન કિયા, (૫) અનગાર શ્રત, (૬) આદ્રીય, અને (૭) નાલંદીય. આ રીતે બને શ્રુતસ્કંધના મળીને ૨૩ તેવીસ અધ્યયન છે. જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં અવસર્પિણી કાળમાં ૨૩ તેવીસ તીર્થંકર ભગવાનેને સૂર્યોદયને સમયે કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયાં હતાં. જમ્બુદ્વીપ નામના દ્વીપમાં આ અવસર્પિણી કાળમાં ૨૩ તેવીસ તીર્થંકર પૂર્વભવના ૧૧ અગીયાર અંગના પાઠી હતા. તેમનાં નામ આ પ્રમાણે છે–(1) અજિતનાથજી, (૨) સંભવનાથજી, ૩ અભિનંદનજી, (૪)સુમતિનાથજી એમ પાર્શ્વનાથજી અને વાદ્ધમાન સ્વામી સુધીના તીર્થકરો. કાષભનાથ પ્રભુ કૌશલ દેશને હતા અને તેઓ ચૌદ પૂર્વના પાઠી હતા. જંબુદ્વીપ નામના દ્વીપમાં આ અવસર્પિણી
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૨૧