________________
(૫) જેઓ હજી સુધી શિષ્યમંડળમાં સામેલ થયા ન હોય તેમને તેમાં લાવવા પ્રયત્ન કરે જઈએ.
(૬) જ્ઞાનાદિ રૂપ પાંચ પ્રકારના આચા, તથા ભિક્ષાચર્યાના નિયમો પ્રતિલેખના આદિનું શિષ્યજનેને–ખાસ કરીને નવદીક્ષિત શિષ્યોને ગ્રહણ કરાવવું જોઈએ. તેમને આ બધાં નિયમોની શિક્ષા આપવાને તેમણે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૭) સંઘમાં જે ગ્લાન (વ્યાધિ યુક્ત) સાધુઓ હેય તેમનું બિલકુલ ખેદ વિના વૈયાવૃત્ય કરવાને તેમણે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૮) સાધર્મિક સાધુઓમાં જ્યારે કલહ ઉત્પન્ન થાય ત્યારે રાગદ્વેષથી રહિત થઈને-અથવા આહારાદિ અભિલાષાથી શિષ્ય સમુદાય અ દિની ઈચ્છાથી રહિત થઈને, કોઈ પણ વ્યક્તિ તરફ પક્ષપાત કર્યા વિના-મધ્યસ્થ ભાવયુક્ત બનીને “આ મારા સાધર્મિક સાધુઓ કલહ રહિત તથા કલહ જન્ય ક્રિોધાદિ મને વિકારોથી કેવી રીતે રહિત બને,” એવા શુભ વિચારથી પ્રેરાઈને કલહના શમનને માટે પ્રયત્ન કરવા જોઈએ.
સાધુજનેએ આ આઠ બાબતમાં બિલકુલ પ્રમાદ સેવે જોઈએ નહીં. દરા
મહાશુક સહસ્ત્રાર વિમાન કે ઉચ્ચત્વકા નિરૂપણ
ઉપર્યુક્ત આઠ સ્થાનની અપેક્ષાએ જે જે પ્રમાદ રહિત બનીને પ્રયત્ન શીલ રહે છે, તેઓ દેવલોકમાં પણ ગમન કરે છે તેથી હવે સૂત્રકાર દેવક વિશેષમાં આઠ સથાનરૂપે કથન કરે છે.
મહાસુઝહરનાર, દુ” ઈત્યાદિ–
મહાશુક્ર અને સહસ્ત્રારકનાં વિમાનની ઊંચાઈ ૮૦૦ જનની કહી છે. સૂ૬૩ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૭૫