________________
આઠ સ્થાનેને સર્વભાવે (સાક્ષાત્ રૂપ) જાણ પણ નથી
(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૩) અશરીર પ્રતિબદ્ધ છવ, (૫) પરમાણુ પુદ્ગલ, (૬) શબ્દ, (૭) ગન્ધ અને (૮) વાયુ.
પરતુ કેવળજ્ઞાની જિન આ આઠે સ્થાનને સાક્ષાત્ રૂપે જાણે છે અને દેખે છે. આ સૂત્રમાં આવતા પદેની વ્યાખ્યા પાંચમાં સ્થાનના બીજા ઉદ્દેશામાં આપવામાં આવી છે તે ત્યાંથી વાંચી લેવી. . સૂ. ૨૨ છે
આયુર્વેદકે સ્વરૂપકા નિરૂપણ
જિન સર્વજ્ઞ હોય છે. તેથી તેઓ ધર્માસ્તિકાય આદિકની જેમ આયુ. વેદને પણ જાણતા હોય છે. તેથી હવે સૂત્રકાર આયુર્વેદના આઠ પ્રકારનું નિરૂપણ કરે છે. “ભવિષે મારા ઘરે” ઈત્યાદિ
ટીકાર્યું–જીવિતકાળને આયુ કહે છે. જેના દ્વારા અથવા જેના સદ્ભાવને લીધે મનુષ્ય આ જીવિતને જાણે છે, તે શાસ્ત્રનું નામ આયુર્વેદ છે. આપણું જીવનનું રક્ષણ કેવી રીતે થઈ શકે. રાગોને સામને કેવી રીતે થઈ શકે, સર્પ દિકનું ઉપદ્રવથી જીવનની રક્ષા કેવી રીતે કરી શકાય, ઈત્યાદિ બાબતેને લેકે જે શાસ્ત્રની મદદથી, જે શાસ્ત્રને આધારે અથવા જે શાસ્ત્રના અભ્યાસથી જાણી શકે છે તે શાસ્ત્રનું નામ આયુર્વેદ છે અથવા જે શાસ્ત્રના દ્વારા જે શાસ્ત્રના બોધ દ્વારા મનુષ્ય વ્યાધિઓને પ્રતીકાર કરીને પિતાના જીવનને તંદુરસ્તી પૂર્વક આનંદથી વ્યતીત કરે છે અને તેના રક્ષણની વિધિને જાણે છે, અથવા પચ્યાહાર આદિના સેવન દ્વારા પૂર્ણ તંદુરસ્ત જીવન પ્રાપ્ત કરે છે, તે શાસ્ત્રનું નામ આયુર્વેદના છે. તેનું બીજુ નામ વૈદકશાસ્ત્ર છે. આ આયુર્વેદના નીચે પ્રમાણે આઠ પ્રકાર છે (૧) કૌમારભૂત્ય, (૨) કાયચિકિત્સા, (૩) શાલાક્ય, (૪) શલ્ય. હત્યા, (૫) જલી, (૬) ભૂતવિદ્યા, (૭) ક્ષારતંત્ર, અને (૮) રસાયન.
કૌમારભૂત્ય–જે આયુર્વેદ બાલકના ભરણપોષણથી સારી સારી વિધિ બતાવે છે, તેનું નામ કૌમારભત્ય છે બાળકના પિષણને માટે ઉપયોગી એવા ગાય આદિના દૂધના સંશોધનની વિધિ તથા માતાના દૂધના સંશોધનની વિધિ આ શાસ્ત્ર બતાવે છે. માતાના સ્તનમાંથી દૂધને સૂકવી નાખનારી જે વ્યાધિઓ થાય છે તેમના શમનને ઈલાજ આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે.
(૨) કાયચિકિત્સા-શરીરની ચિકિત્સાને લગતું જે શાસ્ત્ર છે તેને કાયચકિત્સાશાસ્ત્ર કહે છે. આ શાસ્ત્રમાં જવર, અતિસાર આદિ વ્યાધિઓના તથા કોઢ, રક્તપિત્ત, રક્તશુદ્ધિ, ઉન્માદ આદિના પ્રતીકારના-ઉપશમનના ઈલાજે બતાવવામાં આવ્યા છે.
(૩) શાલક્ય–શલકા (લેઢાને સળીઓ)નું જે કાર્ય છે, તે શાલક્ય છે. (સળીઆને ગરમ કરીને અમુક ભાગમાં ડામ દેવાથી અમુક રોગ માટે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪૦