________________
અષ્ટક પ્રતિષ્ઠિત હોય છે. અષ્ટક પ્રતિષ્ઠિત તે મંજૂષાકાર નિધિ આજન ઊંચી હોય છે. મહાનિધિ સ્વરૂપ આ પ્રકારનું કહ્યું છે –
“ના નોનવિરિથાઈત્યાદિ–
તે પ્રત્યેક મહાનિધિને વિધ્વંભ નવ-નવ જનને, આયામ વિસ્તાર સહિત છે. ઊંચાઈ આઠ-આઠ જનની હોય છે.
એક-એક હજાર યક્ષ તે પ્રત્યેક મહાનિધિની રક્ષા કરતા હોય છે અને તે પ્રત્યેક મહાનિધિ આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત છે. સૂ. ૧૫ છે
ઈર્યાસમિત્યાદિ ભાવનિધિના નિરૂપણ
આ પ્રમાણે દ્રવ્યનિધિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ભાવનિધિનું નિરૂપણ
ટીકાઈ–“ર મિત્રો પuત્તાગો” ઈત્યાદિ–
નીચે પ્રમાણે આઠ સમિતિઓ કહી છે-(૧) ઈસમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણ સમિતિ, (૪) આદાનભાંડમાત્ર નિક્ષેપણ સમિતિ, (૫) ઉરચાર પ્રસવણ ખેલ જલ શિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ, (૬) મનગુપ્તિ, ૭) વાગગુપ્તિ અને (૮) કાયગુપ્તિ.
એકીભાવ રૂપે (એકાગ્ર ભાવપૂર્વકની) જે શોભન એકાગ્રપરિણામની ચણાઓ છે તેમને સમિતિ કહે છે. અથવા જેને પરિતાપ કરવાની પ્રવૃત્તિને છોડવાની ઈચ્છાપૂર્વક જે સમ્યફ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેમનું નામ સમિતિઓ છે. હવે તેના આઠ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
(૧) ઈસમિતિ-જ્યારે સૂર્યના પ્રખરતર કિરણે વડે દિશામાં પ્રકાશિત થવા માંડે, અને દરેકે દરેક વસ્તુને આંખે વડે બરાબર જોઈ શકાય એવો પ્રકાશ બધે વ્યાપી જાય, જ્યારે મનુષ્યના ચાલવાથી, રથચક અને અશ્વાદિના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫