________________
આઠ પ્રકારકી ગણિસંપદાકા નિરૂપણ
ટીકાથ–જ્ઞાનાદિ ગુણેના સમૂહનું નામ, અથવા સાધુસમુદાયનું નામ ગણુ છે. અથવા વિપુલ પ્રતાપનું નામ ગણુ છે આ ગણ જેને હોય છે તેનું નામ ગણી છે. એવા તે ગણું આચાર્ય રૂપ જ હોય છે. તે ગણીની જે રત્નાદિ ધનસમાન સંપત્તિ હોય છે, તેનું નામ ગણુ સંપત્તિ છે. તે ગણીસંપત્તિના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે–(૧) આચાર સંપર્ આચરણને આચાર કહે છે. આ આચાર વિતરાગ પ્રણીત જ્ઞાનાદિ આચાર રૂપ હોય છે. આચારમાં જે “આ” ઉપસર્ગ વપરાયેલ છે. તે મર્યાદાના અર્થમાં વપરાય છે. કાળ, નિયમ આદિ રૂપ મર્યાદા પ્રમાણે જે ચાર (ચરણ) છે, તેનું નામ આચાર છે. તે આચાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ પાંચ પ્રકારવાળે કહ્યો છે. અથવા-મર્યાદા અનુસાર જે વિહાર છે તેનું નામ આચાર છે. અથવા–મોક્ષને નિમિતે જે અનુષ્ઠાન વિશેષ છે અથવા જ્ઞાનાદિ વિષયક જે અનુષ્ઠાન છે તેનું નામ આચાર છે. એ તે આચાર સાધુજને દ્વારા આચરિત આચરણ વિશેષ રૂપ હોય છે. અથવા શિષ્ટજનના આચરણ પ્રમાણેને જે જ્ઞાનાદિકના સેવનને વિધિ છે તેનું નામ આચાર છે આ આચાર જ જેમની સંપત્તિ હોય છે. તેમને આચાર સંપર્ કહે છે. અથવા આચારાંગ સૂત્રનામનું જે પહેલું અંગ છે, તેનું નામ પણ આચાર છે. તેને અધ્યયનને લીધે જ્ઞાનાદિ રૂપ પાંચ પ્રકારના આચારનું પરિજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે આચારાંગ દ્વારા પ્રતિપાદિત અનુષ્ઠાનોનું આચરણ જ ધનાદિ સંપત્તિના જેવું ગણાય છે. તે કારણે તે આચારને ગણી સંપત્તિ રૂપ કહેલ છે. (૨) શ્રત સંપત્—આગમને મૃત કહે છે તે આગમને સંપત્તિસમાન ગણવામાં આવ્યા છે. ગણી શ્રતસંપત્ રૂપ સંપત્તિથી યુક્ત હોય છે.
શરીર સંપ–કાયાને શરીર કહે છે. રૂપ, લાવણ્ય, આરોહ, પરિણાહ, સ્થિર સંહનન આદિ રૂપ કાયની સંપત્તિથી જે યુક્ત હોય છે તેને શરીર સંપર્ કહે છે. ગણું શરીર રૂપ સંપત્તિથી પણ સંપન્ન હોય છે
(૪) વચન સંપત– સમસ્ત વ્યવહારના હેતુ રૂપ જે વાગૂવ્યાપાર છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫