________________
સંસારી જીવકે અવસ્થાના નિરૂપણ
સંસારી જીવોની વાત ચાલી રહી છે. તેથી હવે સૂત્રકાર સંસારીજીવોના પર્યાયવિશેનું કથન કરે છે. “યાચાઉચરણ પુરિસરણ” ઈત્યાદિ–(ફૂ. ૭૮)
ટીકાથ-જેનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય એવા મનુષ્યની અવસ્થાઓ દસ કહી છે તે દસ અવસ્થાએ નીચે પ્રમાણે સમજવી-(૧)બાલા, (૨) ક્રીડા, (૩) મન્દી, () બલા, (૫) પ્રજ્ઞા, (૬) હાયની, (૭) પ્રપંચ, (૮) પ્રારભાર, (૯) મુમુખી અને (૧૦) સ્થાપના.
અહી: “૧૦૦ વર્ષના આયુષ્યવાળે” આ શબ્દ ઉપલક્ષણરૂપ છે. જે કાળમાં જેનું જેટલું પૂર્ણ આયુ હોય એટલા આયુવાળા પુરુષને પણ “વર્ષ શતાયુષ્ક” પદ દ્વારા ગ્રહણ કરી શકાય છે, અને એવા પુરુષની પણ ઉપર પ્રમાણે દસ અવસ્થાઓ જ સમજવી. જે આ પ્રમાણે માનવામાં ન આવે, તે જે પુરુષનું એક કટિપૂર્વનું આયુષ્ય હોય છે, તે પુરૂષની દસ અવસ્થાઓ તે તેના બાલ્ય કાલમાંજ આવી જશે. હવે આ દસ અવસ્થાઓને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–
(૧) બાલાદશા–બાલ્યાવસ્થા અથવા બાલકદશાનું નામ બાલાદશા છે. ધર્મ અને ધમિમાં અભેદ માનીને આ દશાનું નામ “બાલાદશા કહેવામાં આવ્યું છે. કહ્યું પણ છે કે–“નામે વંતુરત” ઈત્યાદિ–
જાતમાત્ર (જન્મતા જ) જતુની જે પ્રાથમિક દશા છે તેને બાલદશા કહે છે. આ દિશામાં તે સુખદુઃખનું ભાન સ્પષ્ટરૂપે કરી શકાતું નથી. જે માણસનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે, તે માણસની બાલાદશા દસ વર્ષની ઉંમર સુધીની સમજવી. એજ પ્રમાણે બીજી અવસ્થાએ પણ દસ-દસ વર્ષપ્રમાણ સમજવી. જે જીવનું આયુષ્ય એક કટિ પૂર્વનું હોય છે, તે જીવોના દસમાં ભાગનું આયુષ્યકાળને–આયુષ્કાળના શરૂઆતના દસમાં ભાગના કાળને–તેની બાલ્યાવસ્થા ગણવામાં આવે છે.
કીડાવસ્થા–જે અવસ્થા કીડાપ્રધાન હોય છે. તેને કીડાવસ્થા કહે છે. કહ્યું પણ છે કે-“વફાં ૨ પત્તો” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૬