________________
દશ કુલકરોકે નામકા નિરૂપણ
કાળને અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર કાળવિશેષમાં થઈ ગયેલા કુલકરના નામનું કથન કરે છે.
વયુદ્દીરે થી માહે વારે તથા” ઈત્યાદિ–(ફૂ. ૭૩)
ટીકાર્ય–જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાળમાં જે દસ કુલકરે થયા હતા, તેમનાં નામ આ પ્રમાણે હતાં-(૧) શતવલ, (૨) શતાયુ, (૩) અનન્તસેન, (૪) અમિતસેન, (૬) ભીમસેન, (૭) મહાભીમસેન, (૮) દઢરય, (૯) દશરથ અને (૧૦) શતરથ.
કુળની રચના કરનારા-કુળની મર્યાદા બાંધનાર, વિશિષ્ટ બુદ્ધિવાળા અને લોકવ્યવસ્થામાં નિપુણ એવાં જે પુરુષ થઈ ગયાં છે. તેમને કુલકર કહે છે. જેમ અતીત ઉત્સર્પિણી કાળમાં થયેલા દસ કુલકરોનાં નામ પ્રકટ કરવામાં આવ્યાં, એજ પ્રમાણે હવે આગામી ઉત્સર્પિણીકાળમાં થનારા કુલકરના નામે પ્રકટ કરવામાં આવે છે–આગામી ઉત્સર્પિણી કાળમાં જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ ૧૦ કુલકરે થશે-(૧) સીમાંકર, (૨) સીમંધર, (૩) ક્ષેમકર, (૪) ક્ષેમધર, (૫) વિમલવાહન, (૬) સંકુચિ, પ્રતિકૃત, (૮) દૃઢધનું, (૯) દશધન અને (૧૦) શતધનુ. છે સૂ. ૭૩ છે
દશ પ્રકારક વક્ષસ્કાર પર્વતના નિરૂપણ
આગલા સૂત્રમાં જંબૂઢીપના કુલકરનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર જ બુદ્વીપના ૧૦ વક્ષસ્કાર પર્વતનું કથન કરે છે–
“નંjરો મસ્ત પ્રવચરણઈત્યાદિ–(ફૂ. ૭૪)
ટીકાર્થ-જંબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીના બન્ને તટપર (ઉત્તર દક્ષિણ તટ પર) ૧૦ વક્ષસ્કાર પર્વતે (ગજદન્ત પર્વતો આવેલા છે. તેમના નામ નીચે પ્રમાણે કહ્યાં છે-(૧) માલ્યવાન, (૨) ચિત્રકૂટ, (૩) પદ્મકૂટ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬૧