________________
કારણે મૌખરપુત્ર કહી શકાય છે. શૌર્ય અથવા ગર્વથી યુક્ત પુત્રને શૌડીરપુત્ર કહેવામાં આવેલ છે.
સંપદ્ધિતપુત્ર–આહાર આદિ દઈને જેનું સંવર્ધન–પાલનપોષણ કરવામાં આવે છે તેને સંપદ્ધિતપુત્ર કહે છે. જેમ કે અનાથપુત્ર.
ઔપયાચિતકપુત્ર-દેવતાની આરાધનાને કારણે જે પુત્રની પ્રાપ્તિ થાય છે તે પુત્રને ઔપયાચિતકપુત્ર કહે છે. જેમ કે સુલસાના છ પુત્રો. અથવા–“વાચાર્યg" આ પદની સંસ્કૃત છાયાની અપેક્ષા એ તેનો અર્થ આ પ્રમાણે થાય છેસેવા જ જેનું પ્રોજન હોય છે એવા સેવકને “આવપાતિકપુત્ર” કહે છે.
ધર્માન્તવાસી પુત્ર- જે શિષ્ય ધમંપ્રાપ્તિને નિમિત્તે જ ગુરુની પાસે રહે છે એવા ધર્મપ્રાપ્તિની જિજ્ઞાસાવાળા શિષ્યને ધર્માતેવાસી પુત્ર કહે છે. સૂત્ર ૬૮
દશ પ્રકારકે અનુત્તરકા નિરૂપણ
આગલા સૂત્રના અને જે ધર્માતેવાસિત્વની વાત કરવામાં આવી છે, તે ધર્માન્તવાસિત્વને કેવલિપદની પ્રાપ્તિ કરવાને માટે સ્વીકાર કરવામાં આવે છે. તથા જેઓ કેવલી હોય છે તેઓ અનુત્તર જ્ઞાનાદિથી યુક્ત હોય છે, તેથી હવે સૂત્રકાર કેવલીના દસ અનુત્તરનું નિરૂપણ કરે છે
“વત્રણ કનુત્તર વાળા” ઈત્યાદિ–(ફૂ. ૬૯)
ટીકાર્થઅનુત્તર એટલે સર્વોત્કૃષ્ટ વસ્તુ. કેવલીના નીચે પ્રમાણે દસ અનુત્તરે કહ્યા છે–(૧) અનુત્તરજ્ઞાન-જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયને લીધે તેમને અનુત્તર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કેવળીના કેવળજ્ઞાન કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ પણ જ્ઞાન હોતું નથી, માટે તેમના જ્ઞાનને અનુત્તર કહ્યું છે. (૨) અનુત્તરદર્શન-દશના વરણીય કર્મને સર્વથા નાશ થવાને લીધે અથવા દર્શન મેહનીય કર્મને સર્વથા ક્ષય થવાને લીધે તેમને અનુત્તરદર્શનની પ્રાપ્તિ થાય છે. (૩) અનુત્તરચારિત્ર-ચારિત્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૭