________________
રાષ્ટ્રધર્મ–દેશને રાષ્ટ્ર કહે છે. આ રાષ્ટ્રને જે ધર્મ (આચાર) હોય છે. તેનું નામ રાષ્ટ્રધર્મ પણ પ્રત્યેક રાષ્ટ્રની અપેક્ષાએ વિચારવામાં આવે તે અલગ અલગ હોય છે.
પાખંડધર્મ-શ્રમણને પાખંડ કહે છે. તે શ્રમણને જે ધર્મ છે તેને પાખંડધર્મ કહે છે.
કુળધર્મ–ઉગ્રાદિ જે કુળ હોય છે તેમના ધર્મને કુળધર્મ કહે છે. અથવા -સાધુઓના જે ગ૭ હેાય છે તેમને કુળ કહે છે. તે કુળની જે સામાચારી છે તેનું નામ કુળધર્મ છે.
ગણધર્મ–મલ આદિ જાતિઓના ગણને જે ધર્મ છે તેનું નામ ગણધર્મ છે. અથવા સાધુએના ગચ્છના સમુદાયને ગણ કહે છે. તે સમુદાયનો જે ધર્મ અથવા સામાચારી છે તેને ગણધર્મ કહે છે.
સંઘધર્મ-સમાન શીલવાળા જનના સમૂહને સંઘ કહે છે તે સંઘની જે વ્યવસ્થા છે તેને સંઘધર્મ કહે છે. અથવા-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ ચારેને સંઘ બને છે. તે સંધને જે ધર્મ છે તેને સંઘધર્મ કહે છે
શ્રતધર્મ–આચાર આદિનું નામ શ્રત છે. આ શ્રતરૂપ ધર્મ જ દુર્ગતિમાં પડતાં જીવોને ઉદ્ધારક ગણાય છે. તે શ્રતધર્મ આચારાંગ આદિ આગમરૂપ હોય છે.
ચારિત્રધર્મ-સંસારના કારણભૂત જે કર્મોને નાશ કરનારૂં જે જિનપ્રણીત અનુષ્ઠાન છે, તેનું નામ ચારિત્રધર્મ છે. આ ચારિત્રધર્મ ચારિત્રાનુષ્ઠાનરૂપ સમજે.
અસ્તિકાયધર્મ–પ્રદેશને અતિ કહે છે. અને સમુદાયને કાય કહે છે. પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહે છે. તે પ્રદેશને સમુદાય જ ધર્મરૂપ છે. ધર્મા સ્તિકાય આદિકના ધર્મનું નામ જ અસ્તિકાયમ છે. સૂ. ૬૬ છે
ગ્રામધર્મ આદિ દસ પ્રકારના ધર્મોના નિર્માતા સ્થવિરેને જ ગણવામાં આવે છે, તેથી હવે સૂત્રકાર તે સ્થવિરોનું કથન કરે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૪