________________
આ આચારનું પ્રતિપાદન કરનારી જે દશાઓ છે તેમને આચારદશા કહે છે. તેનું બીજુ નામ દશાશ્રુતસ્કન્ધ પણ છે
પ્રવ્યાકરણ દશા–પ્રન અને ઉત્તર, આ બન્નેનું કથન કરનારી જે દશાઓ છે, તેમને પ્રશ્નવ્યાકરણદશા કહે છે.
બન્ધદશા-બન્ય, મેક્ષ આદિની પ્રતિપાદક જે દશાઓ છે તેમને બન્ય દશા કહે છે. આ સૂત્રનું “બન્ધદશા” નામ આપવાનું કારણ એ છે કે તે સૂત્રના પહેલા અધ્યયનનું નામ બંધ અધ્યયન છે.
દ્વિગુદ્ધિદશા-વાત, વિવાત આદિ દસ અધ્યયનેથી એ સૂત્રયુક્ત છે. દીર્ઘદશા–આ સૂત્રમાં ચન્દ્ર અને સૂર્ય વિષયક અધ્યયન છે
સંક્ષેપિકદશા-આ સૂત્ર શુદ્રિક વિમાન પ્રવિભક્તિ આદિ દસ અધ્યયનેથી યુક્ત છે.
ઉપર્યુક્ત ૧૦ દશાઓ (સૂત્રે)માંથી બન્ધદશા, દ્વિગુદ્ધિદશા, દીર્ઘદશા અને સંક્ષેપિકદશા, આ ચાર દિશાઓ (સૂત્રગ્રન્થ) વિચ્છિન્ન થઈ ગયેલ છે. આ પ્રકારે દશ દશાએ (સૂ)નાં નામનું કથન કરીને હવે સૂત્રકાર તે પ્રત્યેક દશાના દસ દસ અધ્યયનેનાં નામ પ્રકટ કરે છે–
“વિવાહ” ઈત્યાદિ
કર્મવિપાકદશાના મૃગપુત્ર, ગત્રાસાદિક વિગેરે દસ અધ્યયને છે. આ નામે વાચનાન્તરની અપેક્ષાએ આપ્યાં છે. ઉપાસકદશાના આનંદ આદિ ગાથાપતિનું ચરિત્રનું નિરૂપણ કરનારા આનંદ આદિ નામના દસ અધ્યયને છે.
અન્તકતદશાના “મિકા?” ઈત્યાદિ નામના દસ અધ્યયને છે. આ અધ્યયને વાચનાતરની અપેક્ષાએ સમજવાના છે, અનુત્તરપાતિક દશાના તૃતીય વર્ગમાં ષિદાસ, ધન્ય આદિ દસ અધ્યયને કહ્યાં છે. આ અધ્યયને પણ વાચનાતરની અપેક્ષાએ કહ્યાં છે, એમ સમજવું. દશાશ્રુતસ્કન્વરૂપ જે આચારદશા છે તેના દસ અધ્યયનો છે. તે અધ્યયનમાં ૨૦ અસમાધિસ્થાનનું અને ૨૧ શબલ આદિ દશાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રશ્નવ્યાકરણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૫