________________
દશ મહાસ્વપ્નકે ફલકા નિરૂપણ
મહાવીર પ્રભુએ જે ઉપર્યુક્ત દસ મહાસ્વપ્ન દેખ્યાં, તે મહાસ્વપ્નનું ફલ હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
“કન્ન તળે માવે મહારે મ” ઈત્યાદિ–(ફૂ. પ૬) ટીકાર્ય–શ્રમણ ભગવાન મહાવીરે જે પહેલા મહાસ્વપ્નમાં એક ભયંકર, મહાકાય તાડ જેવા ઊંચા અને ક્રોધી રાક્ષસને પિતાના દ્વારા પરાજિત થયેલ છે, તેનું તેમને આ પ્રકારનું ફલ મળ્યું–તેમણે સમસ્ત કર્મોમાં મુખ્ય એવા મોહનીય કર્મને જડમૂળમાંથી ઉચછેદ (વિનાશ) કરી નાખ્યું. તેમણે બીજા મહાસ્વપ્નમાં શુક્લવર્ણની પાંખેવાળા નરકોયલના જે દર્શન કર્યા તેના ફલસ્વરૂપે તેમણે શુકલધ્યાન ધર્યું. ત્રીજા મહાસ્વપ્નમાં તેમણે વિવિધ વર્ષોથી યુક્ત પાંખોવાળા નરકેયલના જે દર્શન કર્યા તેના ફલસ્વરૂપે તેમણે ગણિપિટકનું કથન કર્યું, પ્રજ્ઞાપન કર્યું, પ્રરૂપણ કરી, ઈત્યાદિ અહીં ગ્રહણ થવું જોઈએ આ ગણિપિટકના આચા રાંગથી લઈને દૃષ્ટિવાદ પર્યન્તના ખાર અંગે છે. તેમાં સ્વસિદ્ધાન્ત અને પર સિદ્ધા
ન્ત તથા સ્યાદ્વાદયુક્ત દાદશાંગનું સામાન્ય રૂપે કથન કરવામાં આવ્યું છે પ્રજ્ઞાપન કરવામાં આવ્યું છે, એટલે કે વચન પર્યાયપૂર્વક અથવા નામાદિરૂપે કથન કરવામાં આવ્યું છે, પ્રરૂપણ કરવામાં આવી છે એટલે કે અર્થની પ્રાપણા પૂર્વક પ્રત્યેક સૂત્રનું કથન કરવામાં આવ્યું છે-તે સૂત્રનિર્દિષ્ટ પ્રપેક્ષણાદિ ક્રિયાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલે અન્ય જીવે પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને અથવા ભવ્ય જીવનું કલ્યાણ થાય એવી ભાવનાથી પ્રેરાઈને અતિ શયરૂપે તેને પ્રકટ કરવામાં આવેલ છે અને સમસ્ત નયે (માન્યતાઓ) અને યુક્તિઓ દ્વારા તેનું ઉપદર્શન કરવામાં આવ્યું છે-ત્રીજા મહાસ્વપ્નના ફલસ્વરૂપે મહાવીર પ્રભુને આ બાર અંગવાળા ગણિપિટકનું કથન આદિ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ.થા મહાસ્વપ્નમાં તેમણે જે બે સુંદર માળાઓ દેખી તેના ફળ સ્વરૂપે તેમણે અગારધમની અને અનગારધર્મની પ્રરૂપણા કરી. પાંચમાં મહાસ્વમ તેમણે જે સફેદ વર્ણની ગાયને સમૂહ જોયે તેના ફલસવરૂપે તેમણે સાધુ, સાધ્વી, શ્રાવકે અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. છઠા મહાસ્વપ્નમાં તેમણે ચારે દિશાઓ અને વિદિશાઓમાં વિકસિત કમળાથી યુક્ત એવું જે પદ્મસરોવર દેખ્યું તેના ફલસ્વરૂપે તેમણે ભવનવાસી ચન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકરૂપ ચાર પ્રકારના દેવેની પ્રજ્ઞાપના કરી. સાતમાં મહાસ્વપ્નમાં તેમણે તરંગ પરંપરાઓથી યુક્ત મહાસાગરને પિતાના દ્વારા જે તરી જવા દે, તેના ફળ સ્વરૂપે તેમણે અનાદિ અનંત અને દેવગતિરૂપ ચારગતિવાળા (નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૪