________________
છે. કહ્યું પણ છે કે –“સચ્ચર્થિતઃ જળ તુ” ઈત્યાદિ.
ગૌરવદાન-જે દાન અહંકારથી પ્રેરાઈને આપવામાં આવે છે. તે દાનને ગૌરવદાન કહે છે. મને, નર્તકેને, મુષ્ટિયુદ્ધ કરનારા મોને, બંધુ જનને અને મિત્રને જે દાન દેવામાં આવે છે તે દાનને ગૌરવદાન કહે છે. કહ્યું પણ છે કે-“નદવર્તનોટિપ્પો” ઈત્યાદિ.
અધર્મદાન–પાપની વૃદ્ધિ કરવાને માટે જે દાન દેવામાં આવે છે તેને અધર્મ દાન કહે છે. એટલે કે હિંસાને નિમિત્તે, પરસ્ત્રી પ્રત્યેની આસક્તિને કારણે -ઈત્યાદિ પાપપ્રવૃત્તિને માટે-જે દાન દેવામાં આવે છે તેને અધર્મદાન કહે છે. અથવા તે પ્રકારનું દાન અધર્મના હેતુરૂપ હોવાથી ઉપચારની અપેક્ષાએ તે દાનને પણ અધમ કહે છે. કહ્યું પણ છે કે “હિંસા:ગુજરાત ઈત્યાદિ.
ધર્મદાન–જે દાન આપવામાં ધર્મ કારણરૂપ હોય છે અથવા ધર્મને નિમિત્તે જે દાન દેવામાં આવે છે તેને ધમદાન કહે છે. અથવા ધર્મને નિમિત્તે જે દાન દેવામાં આવે છે તેને પણ ઔપચારિક રૂપે ધર્મ કહે છે. કહ્યું પણ છે કે
સમતુળમણિમુકતે ” ઇત્યાદિ–
તૃણ, મણિ અને મેતિને સમાન ગણનારા સુપાત્રને જે દાન દેવામાં આવે છે. તે દાન, ધર્મને માટે જ થયું ગણાય છે. અને તે દાન દાતાને અક્ષય, અતુલ અને અનંત સુખદાયક નિવડે છે,
કરિષ્યતિદાન-જો હુ અમુક માણસને ધન આપીશ તે તે કઈ પ્રકારે મારા ઉપકારને બદલે વાળી દેશે. આ રીતે પ્રત્યુ પકારની આશાથી પ્રેરાઈને જે દાન દેવામાં આવે છે તેનું નામ “કરિષ્યતિ દાન” છે,
તન-આ માણસે મારું કાર્ય કર્યું છે-અથવા મારા ઉપર ઘણા ઉપકારે કર્યા છે, આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને જે દાન દેવામાં આવે છે તે દાનને કૃતદાન કહે છે. કહ્યું પણ છે કે –“રાતઃ કૃપા ” ઇત્યાદિ–
આ માણસે મારા સેંકડે ઉપકાર કર્યા છે, તથા તેણે મને હજારે રૂપીઆની મદદ કરી છે, તેથી મારે પણ તેના ઉપકારને બદલે વાળવા માટે તેને કંઈક આપવું જોઈએ.” આ પ્રકારની ભાવનાથી જે દાન અપાય છે તેને કૃતદાન કહેવામાં આવે છે. એ સૂત્ર ૪૯ છે
ઉપરના સૂત્રમાં દાનની વાત કરવામાં આવી છે. તેનાથી જીવની શુભ અશુભ ગતિ થાય છે. અને અધર્મદાનથી જીવની અશુભગતિ થાય છે. તેથી હવે સૂત્રકાર ગતિના પ્રકારનું નિરૂપણ કરે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૨