________________
રૂપસત્ય-જે રૂપની અપેક્ષાએ સત્ય હોય છે તેને રૂપસત્ય કહે છે જેમ કે કોઈ વ્યક્તિ દંભને ખાતર પ્રજિત થાય, છતાં પણ તેને વેષ જોઈને તેને પ્રજિત જ કહેવામાં આવે છે. આ રૂપસત્યના દષ્ટાન્તરૂપ છે.
પ્રતીત્યસત્ય શું વવન્તર (અન્ય વસ્તુનો)ને આશ્રય લઈને જે સત્ય રૂપ મનાય છે તેને પ્રતીય સત્ય કહે છે. જેમ કે અનામિકા નામની જે આંગળી છે તે ટચલી આંગળી કરતાં મોટી છે અને વચલી આંગળી કરતાં નાની છે.
વ્યવહાર સત્ય-લોકવ્યવહારની અપેક્ષાએ જે વચન સત્ય ગણાય છે તે વચનને વ્યવહાર સત્ય કહે છે. તેનાં દૃષ્ટાંતે નીચે પ્રમાણે છે-“પહાડ સળગી રહ્યો છે, ઘર સૂવે છે, ઘેટું રુવાટી વિનાનું છે,” ઈત્યાદિ વા વ્યવહાર સત્યના દૃષ્ટાંતરૂપ છે. ખરી રીતે પહાડ બળતો નથી, પણ તૃણાદિ પદાર્થ બળતાં હોય છે. છતાં તૃણાદિની સાથે પહાડને અભેદ માનીને “પહાડ બળે છે,” એ લેકમાં વ્યવહાર થાય છે. ઘર ચૂતું નથી, પણ પાણી સૂવે છે. છતાં પણ ઘર અને જલમાં અભેદ માનીને “ઘર સૂવે છે,” એવું લોકો કહે કહે છે. કાતરવા લાયક રુવાંટીને અભાવ હોય અને સૂક્ષ્મ રુવાંટીને સદ્ભાવ હોય ત્યારે “ઘેટું રુવાંટી વિનાનું છે,” એવું લકે કહે છે.
ભાવસત્ય-વર્ણ આદિનું નામ ભાવ છે. કઈ પણ વસ્તુમાં જે રંગની અધિકતા હોય તે પ્રકારને તે વસ્તુનો રંગ કહે. તે ભાવસત્ય છે. જેમ કે
બલાકા શુકલવર્ણન છે. ખરી રીતે બલાકામાં પાંચ વર્ણોનો સદ્ભાવ હોય છે, પરન્તુ તેમાં શુકલવર્ણ અધિક હોય છે તેથી શુકલવર્ણની પ્રચુરતાને લીધે “બલાકા શુકલ છે,” એવે વ્યવહાર થાય છે. આ પ્રકારે વર્ણની અધિકતાની અપેક્ષાએ જે વ્યવહાર થાય છે. તેને ભાવસત્ય કહે છે.
યે ગસત્ય-સંબંધરૂપ ચગની અપેક્ષાએ જે સત્ય છે તેને ગસત્ય કહે છે. જેમ કે જે પોતાની પાસે દંડ રાખે છે તેને દંડાવાળા અને છત્રી રાખે છે તેને છત્રીવાળ કહે છે; ભલે ક્યારેક તેની પાસે, દંડે અથવા છત્રી ન હોય, તે પણ તેમને માટે “દંડાવાળા, છત્રીવાળા,” ઈત્યાદિ જે ગૃવહાર થાય છે તે ચગસત્ય રૂપ સમજ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૮