________________
પૃથ્વીકાય આદિમાં શ્વાસ, ઉચ્છવાસ આદિ છવધર્મો જોવામાં આવતા નથી. તેમાં આ ગુણનો અભાવ હોવાથી તેમને તેઓ ઘટાદિની જેમ અજીવ જ માને છે. તેમની આ પ્રકારની માન્યતાને મિથ્યાત્વ જ ગણી શકાય. (૭) પૃથ્વી આદિ જવનિકાયના વધથી નિવૃત્ત થયેલા શિક આદિ આહાર કરનારા એવા બ્રહ્મચર્યરહિત સાધુઓને સાધુ માનવા તે પણ મિથ્યાત્વ જ છે. આ મિથ્યાત્વને સાતમે ભેદ છે. (૮) સમ્યગૂ દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર અને સમ્યફ તપને મોક્ષના સાધનરૂપ માનનારા સાધુઓને અસાધુરૂપ માનવા તે પણ મિથ્યાત્વ જ છે. આ મિથ્યાત્વને નવમો ભેદ છે. ( જેઓ અમક્ત છે લેકવ્યવહારમાં નિરત છે–સકર્મક છે, તેમને મુક્ત માનવા તે પણ મિથ્યાત્વને નવમે ભેદ છે. (૧૦) જેઓ સકલ કર્મો દ્વારા કૃત વિકારેથી રહિત છે અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અને અનંત વીર્યથી યુક્ત છે એવાં સિદ્ધ પરમાત્માને અમુક્ત માનવા તે પણ મિથ્યાત્વ જ છે. આ મિથ્યા ત્વને દસમે ભેદ છે. એ સૂત્ર ૩૮ છે
વાસુદેવ સમ્બન્ધી વક્તવ્ય નિરૂપણ
આ પ્રકારે મિથ્યાત્વના સ્વરૂપનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમાં તીર્થકર સાથે સંબંધ રાખનારી વાતને ઉલ્લેખ થયેલ છે. તીર્થકરેના મહા પુરુષત્વના સાધમ્યને લીધે હવે બે વાસુદેવના વિષે દસ સ્થાન સાથે સુસંગત એવું થોડું કથન કરવામાં આવે છે-વંજમેળ અડ્ડા રણ” ઈત્યાદિ (સ્ ૩૯)
ટીકાર્ય-ચન્દ્રપ્રભ અહત ૧૦ લાખ પૂર્વ સુધીના સર્વાયુષ્યનું પાલન કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, યાવત સર્વદુખેથી રહિત થયા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૭