________________
પ્રાયશ્ચિત્તકે સ્વરૂપના નિરૂપણ
આલોચનાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ૧૦ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું કથન કરે છે–“રવિહે પારિજીત્તે વળ” ઈત્યાદિ–( ૩૭)
ટકાર્યપ્રાયશ્ચિત્તના દસ પ્રકાર કહ્યા છે. પ્રાયશ્ચિત્ત શબ્દ અપરાધ અને અપ રાધની શદ્ધિના અર્થમાં વપરાતે જોવામાં આવે છે અહીં આ શબ્દ અપરા ધાર્થક છે. આ રીતે પ્રાયશ્ચિત્તના પ્રકારે એટલે અપરાધના જ પ્રકારે અહીં બતાવ્યા છે. તેના દસ પ્રકારે નીચે પ્રમાણે છે-(૧) આલેચનાઈ જે અપરાધની માત્ર આલોચના દ્વારા જ શુદ્ધિ થઈ જાય છે તે અપરાધને આરાચનાઈ કહે છે. અહીં “યાવત” પદ દ્વારા (૨) પ્રતિકમણાઉં, (૩) ત૬ભયાહ, () વિવે. કાર્ડ, (૫) બુર્ગાઉં, (૬) તપ: અઠું, (૭) છેદાઈ અને મૂલાહ” આ આઠ પદને સંગ્રહ થયા છે. આઠમાં સ્થાનકમાં આ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. જે પ્રાયશ્ચિત્ત મિથ્યાદુકૃતને યોગ્ય હોય છે તેને પ્રતિક્રમણીં કહે છે. જે પ્રાયશ્ચિત્ત આલેચના અને પ્રતિકમણ, આ બંનેને હોય છે તેને તદુભયાહું પ્રાયશ્ચિત્ત કહે છે.
જે પ્રાયશ્ચિત્ત અશુદ્ધ ભક્ત (આહાર) આદિના ત્યાગરૂપ વિવેકને ચેગ્ય હોય છે તેને વિવેકીં પ્રાયશ્ચિત્ત કહે છે. જે પ્રાયશ્ચિત્ત કાર્યોત્સર્ગોરૂપ વ્યુત્સગને પાત્ર હોય છે તેને વ્યુત્સર્ગાર્ડ પ્રાયશ્ચિત્ત કહે છે જે પ્રાયશ્ચિત્ત નિવિ. કૃતિક આદરૂપ તપને હોય છે તેને તપોહ પ્રાયશ્ચિત્ત કહે છે. જે પ્રાય. શ્ચિત્ત પ્રવજ્યા પર્યાયને ન્યન કરવાને એગ્ય હોય છે તેને છેદાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. મહાવતનું આરોપણ કરવું તેનું નામ મૂલ છે. જે પ્રાયશ્ચિત્ત આ પ્રકારના મૂલને એગ્ય હોય છે તેને મૂલાઈ પ્રાયશ્ચિત્ત કહે છે.
નવમ પ્રકાર અનવસ્થાપ્યાહ–જે અપરાધનું સેવન કરવામાં આવે ત્યારે સાધુને અમુક સમય સુધી વતેમાંથી અનવસ્થાપ્ય થવું પડે છે અને ત્યારબાદ તપ દ્વારા દેશની શુદ્ધિ થઈ ગયા બાદ તેને વ્રતમાં સ્થાપિત કરવામાં આવે છે, તે પ્રકારના પ્રાયશ્ચિત્તને પાત્ર બનનાર સાધુના તે અપરાધને અનવસ્થાપ્યાઉં કહે છે.
દસમ પ્રકાર–પારચિકાઈ-જે અતિચારનું સેવન કરવાથી સાધુને લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી બહિશ્ત કરી નાખવામાં આવે છે તેનો સાધુવેષ કઢાવી નાખવામાં આવે છે, તે પ્રકારના પ્રાયશ્ચિત્તને પારાંચિકાણું પ્રાયશ્ચિત્ત કહે છે. સૂ૩૭
જે પારાચિક હોય છે તે ક્યારેક મિથ્યાત્વને પણ અનુભવ કરી શકે છે. તેથી હવે સૂત્રકાર મિથ્યાત્વને પ્રકારનું નિરૂપણ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૫